આજે દેશનો 79મો સ્વતંત્રતા દિવસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ફરકાવ્યો તિરંગો

pm-modi

Independence Day 2025: આજે દેશનો 79મો સ્વતંત્રતા દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 12મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.  આજે દેશનો 79મો સ્વતંત્રતા દિવસ છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 12મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો.

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

પીએમ મોદી વહેલી સવારે લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. કુલ 11,000 થી સુરક્ષા કર્મચારીઓ અને 3,000 ટ્રાફિક પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ઊંચી ઇમારતો પર સ્નાઈપર્સ દ્વારા કડક નજર રાખવામાં આવી છે. સુરક્ષા માટે ઘણી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.