સુપ્રીમ કોર્ટ: SIR કાયદેસર, BLO પર ભાર ઘટાડવા રાજ્યોને વધારાનો સ્ટાફ ભરતી કરવાનો આદેશ

sir

BLO ના મોત બાદ ગુજરાત સહિતની સરકારોને આદેશ.સુપ્રીમે વધારાના અધિકારીઓની ભરતી કરવાનો નિર્દેશ આપ્યા.CJI સૂર્ય કાંતે જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા એક કાયદેસર પ્રક્રિયા છે અને તેને પૂર્ણ કરવી જ જાેઇએ.બિહાર પછી, ચૂંટણી પંચે હવે દેશભરમાં મતદાર યાદી સુધારણા (SIR) હાથ ધરવાનો ર્નિણય લીધો છે. આ પ્રક્રિયા આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની છે. પંચે આના પર ઝડપથી કામ શરૂ કરી દીધું છે. જાેકે, દબાણને કારણે, ઘણી જગ્યાએથી BLO ના મૃત્યુના અહેવાલો પણ સામે આવ્યા છે. આ પછી, ચૂંટણી પંચે SIR કાર્ય પૂર્ણ કરવા માટેનો સમય લંબાવ્યો, પરંતુ વિપક્ષ સરકારને ઘેરી રહ્યું છે. હવે, સુપ્રીમ કોર્ટે આ મામલામાં પ્રવેશ કર્યો છે. જણાવી દઈએ કે, ગુરુવારે, SIR ની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.

CJI સૂર્ય કાંતે જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા એક કાયદેસર પ્રક્રિયા છે અને તેને પૂર્ણ કરવી જ જાેઇએ. જાે સ્ટાફની અછત હોય, તો તે રાજ્ય સરકારોની જવાબદારી છે. કોર્ટે જણાવ્યું હતું કે, જાે રાહત ન મળે, તો મ્ન્ર્ં કોર્ટનો સંપર્ક કરી શકે છે. CJI એ જણાવ્યું હતું કે, રાજ્ય દ્વારા SIR (વિશેષ સુધારણા) માટે ચૂંટણી પંચને પૂરા પાડવામાં આવતા કર્મચારીઓ આ ફરજાે બજાવવા માટે બંધાયેલા છે. જાે તેઓ વધુ પડતા કામના ભારણ જેવી મુશ્કેલીઓનો સામનો કરે છે, તો રાજ્ય સરકાર આ મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે છે.

Deploy additional staff': Supreme Court orders states to ease workload of  BLOs in SIR exercise


કોર્ટે રાજ્યોને મ્ન્ર્ં પર દબાણ ઘટાડવા માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે, જાે કોઈ મ્ન્ર્ં વ્યક્તિગત કારણોસર SIR કરવામાં અસમર્થ હોય, અને જાે ત્યાં કોઈ માન્ય કારણો હોય તો તેમને રાહત માટે વિચારણા કરવી જાેઈએ. આ સાથે, તેમના સ્થાને અન્ય કોઈની નિમણૂક કરવી જાેઈએ.

SIR કેસની સુનાવણી દરમિયાન, મ્ન્ર્ં આત્મહત્યાનો મુદ્દો સુપ્રીમ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો. વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે જણાવ્યું હતું કે, અમારી પાસે ૩૫ થી ૪૦ BLO વિશે માહિતી છે, જેમણે આત્મહત્યા કરી છે. આ બધા આંગણવાડી કાર્યકરો, શિક્ષકો વગેરે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ, SIR માં સામેલ કર્મચારીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળતાને કારણે બે વર્ષની જેલ થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં BLOs સામે પચાસ FIR દાખલ કરવામાં આવી છે.

Any process which is fair, transparent can be adopted: Supreme Court on SIR  exercise | Legal News - The Indian Express

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં જણાવ્યું હતું કે, BLOs પર દબાણ ખરેખર ચિંતાજનક છે. આટલી ઉતાવળ કેમ છે? SIR ને પૂરતો સમય આપવો જાેઈએ. ન્યાયાધીશ સૂર્યકાન્તે પૂછ્યું કે, રાજ્ય સરકારો કેમ આગળ નથી આવી રહી. જાે રાજ્ય સરકારો મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તો તેઓ અહીં આવીને સ્પષ્ટતા કેમ નથી કરી રહી?