ગૌરવ ખન્ના : બિગ બોસ 19 ના વિજેતા ગૌરવ ખન્ના કેટલા ધનવાન છે, ક્યાંથી કરે છે કમાણી?
બિગ બોસ 19 સમાપ્ત થઈ ચૂક્યું છે અને દેશને તેના નવા વિજેતા મળી ગયા છે. બિગ બોસ 19 ફિનાલેની ટ્રોફી ગૌરવ ખન્નાએ જીતી. તેઓ ટીવી ઉદ્યોગના સૌથી ધનિક અભિનેતાઓમાંના એક છે. ટીવીમાં લગભગ 20 વર્ષથી કામ કરી રહેલા ગૌરવ ખન્નાને ‘અનુપમા’ સિરિયલમાંથી સાચી ઓળખ મળી, જેમાં તેમણે અનુજ કપાડિયાની ભૂમિકા ભજવી હતી. ગૌરવ ખન્ના ‘અનુપમા’ ઉપરાંત ‘CID’ અને ‘યે પ્યાર ના હોગા કમ’ જેવા સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે. બિગ બોસ 19ની આખી સીઝન દરમિયાન ગૌરવનો શાંત સ્વભાવ અને સંયમિત વલણ તેમના ઘરવાળાઓ વચ્ચે ખાસ રહ્યો હતો.

ગૌરવ ખન્નાની અંદાજિત નેટવર્થ
ગૌરવ ખન્નાની જીવનશૈલી ખૂબ જ લક્ઝરીયસ છે. તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ અને મુંબઈમાં લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૌરવ ખન્નાની નેટવર્થ 8 કરોડ રૂપિયાથી 15 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે. તેમની કમાણીના મુખ્ય સ્ત્રોત ટેલિવિઝન ધારાવાહિકો, રિયાલિટી શો, જાહેરાતો છે. ગૌરવે અભિનેત્રી આકાંક્ષા સાથે લગ્ન કર્યા છે. તેમની પાસે મુંબઈમાં સ્ટાઇલિશ એપાર્ટમેન્ટ અને ઓડી A6 અને રોયલ એનફિલ્ડ જેવું શાનદાર કાર કલેક્શન પણ છે.
આઈટી કંપનીમાં કામ કરતો હતો
રસપ્રદ વાત એ છે કે, ગૌરવે કોર્પોરેટ ક્ષેત્રમાંથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. માર્કેટિંગમાં MBA કર્યા પછી, તેમણે લગભગ એક વર્ષ સુધી IT કંપનીમાં કામ કર્યું. બાદમાં તેમણે અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું, જાહેરાતોથી શરૂઆત કરી અને ટીવી શો “ભાભી” થી અભિનયની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે “કુમકુમ – એક પ્યારા સા બંધન”, “મેરી ડોલી તેરે અંગના” અને “CID” માં સિનિયર ઇન્સ્પેક્ટર કવિન સહિત અનેક લોકપ્રિય સિરિયલોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી.

બિગ બોસમાં પ્રતિ સપ્તાહ અને કુલ કમાણી
બિગ બોસ 19 માં ગૌરવ ખન્ના કથિત રીતે આ સીઝનના સૌથી વધુ કમાણી કરનારા સ્પર્ધકોમાંના એક હતા. એવો અંદાજ છે કે તેઓ પ્રતિ સપ્તાહ આશરે 17.5 લાખ રૂપિયા એટલે કે પ્રતિ એપિસોડ આશરે 2.5 લાખ રૂપિયા કમાતા હતા. ગૌરવ ખન્નાએ બિગ બોસ 19 માં પહેલા દિવસે જ એન્ટ્રી કરી હતી અને 15 અઠવાડિયાની સફર પૂરી કરી. ગ્રાન્ડ ફિનાલે સુધી તેમની કુલ ફી 2.62 કરોડ રૂપિયા રહી. 50 લાખની ઇનામી રકમ સાથે ગૌરવ ખન્નાએ કુલ 3.12 કરોડ રૂપિયા જીત્યા.
‘અનુપમા’ અને અન્ય શોની કમાણીમાં મોટો ઉછાળો
![]()
રિપોર્ટ્સ અનુસાર ‘અનુપમા’ સિરિયલ માટે ગૌરવ ખન્નાનો પ્રારંભિક પગાર પ્રતિ દિવસ 35 હજાર રૂપિયા હતો. મીડિયા રિપોર્ટ અનુસાર બાદમાં ‘અનુપમા’ માટે તેમણે 1 લાખથી 2.5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલ કરી હતી. બિગ બોસ 19 માં તેમની દૈનિક કમાણી 2.5 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ, જે ‘અનુપમા’ માં અનુજ તરીકેની તેમની પ્રારંભિક કમાણી કરતાં આશરે 614 ટકા વધુ હતી. ગૌરવ ખન્ના ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’માં પણ દેખાયા હતા, જેના માટે તેમને પ્રતિ એપિસોડ આશરે 2.5 લાખ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવ્યો હતો.
