PM મોદી શ્રી શિબુ સોરેનજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સર ગંગા રામ હોસ્પિટલ પહોંચ્યા

“શ્રી શિબુ સોરેનજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સર ગંગા રામ હોસ્પિટલની મુલાકાત લીધી. તેમના પરિવારને પણ મળ્યો. હેમંતજી, કલ્પનાજી અને શ્રી શિબુ સોરેનજીના ચાહકો સાથે મારી સંવેદના છે.
“ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. આ દુઃખની ઘડીમાં તેમના પરિવારના સભ્યોને મળ્યો અને મારી સંવેદના વ્યક્ત કરી. તેમનું આખું જીવન આદિવાસી સમાજના કલ્યાણ માટે સમર્પિત હતું, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.”
“શ્રી શિબુ સોરેનજી એક ગ્રાસરૂટ લેવલના નેતા હતા, જેઓ જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે ઉભરી આવ્યા હતા. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોને સશક્ત બનાવવાના કાર્ય માટે સમર્પિત હતા. તેમના નિધનથી મને ખૂબ દુઃખ થયું છે. મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનજી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ.”