ચાલુ વરસાદે જૂનાગઢમાં ભવનાથ રોડ પર ગાયત્રી મંદિર નજીક ત્રણ સિંહે શિકાર કર્યો, સ્થાનિકોમાં ભય

Master (1)

જૂનાગઢ અને ગીર પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન જૂનાગઢમાં એક અનોખી ઘટના બની છે. સામાન્ય રીતે ગીરના જંગલની આસપાસ જોવા મળતા સિંહો હવે શહેરી વિસ્તારમાં પણ દેખાવા લાગ્યા છે.

junagadh-news-three-lions-spotted-near-gayatri-temple-on-bhavnath-road-nagar-611536

ગત રાત્રે જૂનાગઢના ભવનાથ રોડ પર આવેલા ગાયત્રી મંદિર નજીક ત્રણ સિંહોએ શિકાર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહો શાંતિથી શિકારનો આનંદ લઈ રહ્યા છે.

સિંહોના રહેણાંક વિસ્તારોમાં આવવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. તેઓ ખોરાકની શોધમાં શહેરી સીમાઓમાં પ્રવેશ કરે છે. જોકે, આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી મળતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સિંહોને સલામત રીતે જંગલમાં પાછા ખસેડવામાં આવ્યા હતા.