ગુજરાતમાં વરસાદી ચેતવણી : ૨૫ ઓગસ્ટથી અતિભારે વરસાદ, ૧૦ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

content_image

આગામી ૭ દિવસ છે ખુબ જ ભારે!.૨૫ ઓગસ્ટથી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી.ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસશે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘટતું જાેવા મળશ.ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા છે. જે વરસાદી સિસ્ટમ બની હતી તે કચ્છથી પરથી પસાર થઇને હવે અરબ સમુદ્ર પર છે જેની ગુજરાત પર અસર થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે અતિભારે વરસાદની શકયતા ઓછી છે. પરંતુ ૨૫ ઓગસ્ટ બાદ ફરી એકવાર અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જાેવાઇ રહી છે.

ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસશે. ગુજરાતમાં હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવે વરસાદનું પ્રમાણ ઘટતું જાેવા મળશે. જાે કે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જાેર વધશે.

Red alert in parts of Gujarat; IMD issues heavy rain forecast till July  28th | DeshGujarat

૨૩ ઓગસ્ટથી હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં વધુ વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન છે. આ સિવાય અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરંબદર, રાજકોટ,મોરબીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ,દાહોદમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ૧૦ જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ મુજબ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ૨૧ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ૨૩-૨૫ ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે છે. તેમણે કહ્યું કે, પર્યુષણના સમયે ભારે વરસાદ રહી શકે છે. ગણેશ ચતુર્થી સમયે વરસાદી ઝાપટાથી લઇ ભારે વરસાદ રહી શકે છે. હાલ વાતાવરણમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ ૫ મી સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતમાં વિરામ બાદ હવે ફરીથી આગામી દિવસોમાં વરસાદનું જાેર વધશે. રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં ચોમાસાનો મિજાજ આગામી દિવસોમાં વધુ તોફાની બનવાનો છે. હવામાન વિભાગ અને વિવિધ હવામાન મોડેલ્સના આધારે, બંગાળની ખાડીમાં આગામી ૧૫ દિવસમાં ચાર લો-પ્રેશર સિસ્ટમ્સ સર્જાવાની શક્યતા છે, જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરશે. આ સિસ્ટમ્સમાંથી બે ખૂબ જ મજબૂત હશે, જે વેલમાર્ક લો-પ્રેશરથી ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચી શકે છે. આની અસરથી ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં અતિભારે વરસાદની આગાહી છે.