ઐશ્વર્યાએ પેરિસ ફેશન વીકમાં ભારતીય પરંપરા અને મોડર્ન સ્ટાઇલનું સંઘટન દર્શાવ્યું.

FotoJet-2025-09-30T114251.481

ઐશ્વર્યાએ બ્લેક શેરવાની ભારતીય સર્જનાત્મકતાને વિશ્વકક્ષાએ દર્શાવી.ઐશ્વર્યાએ પૅરિસ ફેશન વીકમાં પરંપરાને મોડર્ન દૃષ્ટિકોણથી રજૂ કરી.ઐશ્વર્યાએ રૅમ્પ પર મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી ઇન્ડિગો બ્લૂક કલરની એક વેલવેટની શેરવાની પહેરી હતી.ઐશ્વર્યા રાયે મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી શેરવાનીમાં પૅરિસ ફેશનવીકમાં રૅમ્પવૉક કર્યુ હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Aishwarya Rai Bachchan in Manish Malhotra Couture at Paris Fashion Week 2025

મનિષ મલ્હોત્રાએ પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો પોતાના કામની પ્રક્રિયાની તસવીરો સાથે શેર કર્યાે હતો. ઐશ્વર્યાએ રૅમ્પ પર મનિષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી ઇન્ડિગો બ્લૂક કલરની એક વેલવેટની શેરવાની પહેરી હતી, જે ભારતીય સંસ્કૃતિમાં એક પરંપરાગત અને વૈભવી પૌષાક ગણાય છે. મનિષ મલ્હોત્રાના મતે આ લૂકના મૂળ પરંપરાગત મેન્સવેર અને મોડર્ન દૃષ્ટિકોણ બંનેના મિશ્રણથી તૈયાર થયો હતો. આ પોસ્ટમાં મનીષ મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે, આ ડ્રેસમાં ૧૦ ઇંચનો ડાયમંડ, એમ્બ્રોડરી સાથેની સ્લીવ્ઝ, ડાયમંડડ જડેલી સેરો સાથેનું નેકલેસ, ડાયમંડના ટેસેલ અને ડાયમંડના એનિમલ બ્રોચનો સમાવેશ થાય છે.

Aishwarya Rai Makes A Statement In Manish Malhotras Diamond Sherwani At  Paris Fashion Week, Netizens Call Her 'OG Ramp Queen

આ શેરવાનીમાં ઊંચા બંધ ગળા કોલર અને વી આકારનું ગળુ આપવામાં આવ્યું છે, સાથે શોલ્ડર મોટા લાગે તે માટે પેડેડ શોલ્ડર બનાવાયા છે. સાથે જ આખી બાંય, સાઇડ અને આગળના ભાગે પરંપરાગત શેરવાની પ્રકારના કટ આપવામાં આવ્યા હતા. તેની સાથે ઐશ્વર્યાએ ફ્લેર્ડ પેન્ટ પહેર્યું હતું. આ લૂકમાં ઐશ્વર્યાએ હાઇ હિલ્સ અને ડાયમંડના ઇઅર સ્ટડ્ઝ અને ડાયમંડ રિંગ પહેર્યાં હતાં.

 

તેણે ખુલ્લા વાળ રાખીને મેક અપમાં બોલ્ડ રેડ લિપસ્ટિક કરીને રોમેન્ટિક લૂક બનાવવાની કોશિશ કરી હતી. ઐશ્વર્યાએ લોરિયલ પૅરિસ બ્રાન્ડ માટે રૅમ્પ વૉક કર્યું હતું. આઝાદી, સમાનતા અને સખીપણાના સંદેશ સાથે કામ કરતી આ બ્રાન્ડ માટે ડિઝાઇનર્સે મહિલાઓના રેડી ટુ વેર સ્પ્રિંગ સમર ૨૦૨૬ના ડ્રેસ રજૂ કર્યા હતા.