તહેવારોમાં સ્ટાઈલિશ દેખાવા માંગો છો? પહોળા ઘેરવાળા સલવાર-સૂટ આપશે નવો લુક

સ્ટાઇલિશ દેખાવા તેમજ આરામદાયક અનુભવવા માટે આપણને સલવાર સુટ પહેરવાનું સૌથી વધુ ગમે છે. ઓનલાઈન અને ઓફલાઈન માર્કેટમાં તમને આ પ્રકારની ઘણી ડિઝાઇન મળી રહેશે. બદલાતા ફેશનના યુગમાં આજકાલ પહોળા ઘેરવાળા સલવાર-કમીઝ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આજે અમે તમારા માટે કેટલીટ લેટેસ્ટ ડિઝાઈનો લઈને આવ્યા છીએ. જુઓ
શરારા સૂટ અને શોર્ટ કમીઝ
જો તમે ટૂંકી લંબાઈની કુર્તીને ભારે અને સ્ટાઇલિશ લુક આપવા માંગતા હો તો તેની ઘેર પહોળી રાખો. તેને ઘેર શરારા સાથે પહેરો. તમને બજારમાં આ પ્રકારનો રેડીમેડ સૂટ 3,000 રૂપિયામાં સરળતાથી મળી જશે. મોટાભાગે તમને તેમાં ગોલ્ડન લેસ વર્ક જોવા મળશે.
સીધા પહોળા ઘેરદાર સૂટ ડિઝાઇન
જો તમને સિમ્પલ સૂટ પહેરવાનો શોખ હોય, તો તમે આ પ્રકારનો પહોળો ઘેરવાળો સૂટ સરળતાથી પહેરી શકો છો. આ પ્રકારના સૂટનું ફેબ્રિક તમને બજારમાંથી લગભગ 1,500 રૂપિયામાં મળશે. તમે તેના નેકલાઇનથી લઈને સ્લીવ્ઝ સુધી કોઈપણ સ્ટાઇલિશ ડિઝાઇન બનાવી શકો છો.
ફેન્સી સિક્વિન વર્ક સૂટ
જો તમે પાર્ટીમાં જઈ રહ્યા છો અને સિક્વેન ડિઝાઇનનો સલવાર સૂટ પહેરવા માંગો છો તો મોર્ડન લુક મેળવવા માટે તમે આ પ્રકારના લાઇટ શેડનો ક્લાસી ડિઝાઇન સૂટ પસંદ કરી શકો છો. તમે આ પ્રકારના સૂટ સાથે એન્કલ લેન્થ પેન્ટને સ્ટાઇલ કરી શકો છો.