એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ ખીલ મટાડવાનો એક અદ્ભુત ઉપાય જણાવ્યો, સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો

હાલમાં તમન્ના ભાટિયા ધ લલ્લન્ટોપના ખાસ કાર્યક્રમ ગેસ્ટ ઇન ધ ન્યૂઝરૂમમાં મહેમાન તરીકે આવી હતી. આ દરમિયાન તેણીએ તેની સ્કિનકેર અંગે વાત કરી હતી. એક્ટ્રેસ જવ્યું કે તે તેના ચહેરા પરથી ખીલ દૂર કરવા માટે તેના થૂંકનો ઉપયોગ કરે છે. તેણીએ જણાવ્યું કે એક વાર તેનો ડોગ વોકર તેના ઘરે આવ્યો હતો. તેણે જોયું કે તમન્નાના મોઢા પર ખીલ છે. તે આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થયો. તેણે પૂછ્યું કે તમારા ચહેરા પર ખીલ કેવી રીતે હોઈ શકે. આના પર તમન્નાએ જવાબ આપ્યો કે અમને પણ આ સમસ્યા થાય છે. આ વાતચીતને આગળ વધારતા સૌરભ દ્વિવેદીએ પૂછ્યું કે તે ખીલ દૂર કરવા માટે શું કરે છે.
તમન્નાએ જવાબ આપ્યો- થૂંક. એ કામ કરે છે. પણ ફક્ત સવારનો થૂંક જ કામ કરે છે. મારો મતલબ છે કે જ્યારે તમે બ્રશ ન કર્યું હોય. આ સાયન્ટિફિક છે. હું ડૉક્ટર નથી, હું ફક્ત વિજ્ઞાનની મારી સમજ મુજબ કહી રહી છું. આ મારી અંગત વાત છે અને મને લાગે છે કે તેમાં ચોક્કસ વિજ્ઞાન છે. જ્યારે તમે સવારે પહેલી વાર ઉઠો છો, ત્યારે તમારા શરીરમાં તમારા મોંમાં ઘણા બધા એન્ટી-બેક્ટેરિયલ તત્વો બની ગયા હોય છે. તમારી આંખો મ્યૂકસથી ભરેલી હોય છે. તમારું નાક મ્યૂકસથી ભરેલું હોય છે. તમારું મોં તે તમામ બેકટેરિયા સામે લડે છે જે તમારા મોઢામાં હોય છે.
તમન્નાએ કહ્યું કે સ્કિનકેર પ્લાન બનાવતા પહેલા, લોકોએ તેમના શરીરને સમજવું જોઈએ કે તેમને કયો ખોરાક અનુકૂળ છે, તેમને કયા ખોરાકથી એલર્જી છે. તેણીએ કહ્યું કે તમે તમારા શરીરને કેવી રીતે રાખો છો તેનું પ્રતિબિંબ તમારી ત્વચા પર પડશે. જો તમે યોગ્ય રીતે સૂતા નથી તો તે તમારા ચહેરા પર પડશે. તેવી જ રીતે, તમારા ભાવનાત્મક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. જો તમે અંદરથી ખુશ છો તો તે તમારા ચહેરા પર પણ દેખાશે.