દવાઓ પર ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકીને કારણે લાલ નિશાનમાં ખુલ્યું શેર બજાર, સેન્સેક્સ 85 પોઈન્ટ ઘટ્યો

સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા, વિપ્રો, સિપ્લા, ઇટરનલ, ઈન્ફોસિસ, હિરો મોટોકૉર્પ અને ટેક મહિન્દ્રાના શેર 1.27 ટકા સુધી ઘટ્યા છે.
આજનું શેર બજાર: RBIની નાણાકીય નીતિની પગલે શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું હતું. દવાઓ પર 250 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકીને કારણે શેર બજારની શરૂઆત સુસ્ત રહી. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 120 પોઈન્ટ ઘટીને 80,590.88 અને નિફ્ટી 57.70 પોઇન્ટના ઘટાડા સાથે 24,591.85 પર કારોબાર કરી રહ્યો છે.
ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, બીઈએલ, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ લાઈફ, શ્રીરામ ફાઈનાન્સ, એચડીએફસી લાઈફ અને અદાણી એન્ટરટેનમેન્ટના શેર 1.60 ટકા સુધી વધ્યા છે. જ્યારે ડૉ.રેડ્ડીઝ, સન ફાર્મા, વિપ્રો, સિપ્લા, ઇટરનલ, ઈન્ફોસિસ, હિરો મોટોકૉર્પ અને ટેક મહિન્દ્રાના શેર 1.27 ટકા સુધી ઘટ્યા છે.
મિડકેપ શેરની સ્થિતિ
ગુજરાત ફ્લુરો, આઈઆરસીટીસી, ગો ડિજિટ, ગુજરાત ગેસ અને સ્ટાર હેલ્થના શેરમાં 4 ટકા સુધી ટકા સુધી વધારો જોવા મળ્યો. જ્યારે ક્રિસિલ, ભારતી હેક્ઝાકોમ, પ્રેસ્ટીજ એસ્ટેટ, પતંજલિ ફૂડ્ઝ, લોરસ લેબ્સ અને ફોનિક્સ મિલ્સના શેરમાં 2.50 ટકા ઘટાડો નોંધાયો.
સ્મૉલકેપ શેરની સ્થિતિ
પોપ્યુલર વ્હિકલ, ઝિંકા લોજીસ્ટિક્સ, ટ્રાન્સરિલ લાઈટ, અજમેરા રિયલ્ટી, ઈપીએલના શેરમાં 10 ટકા સુધી ઉછાળો જોવા મળ્યો. અનુપ એન્જીનિયરિંગ, કિટેક્સ ગાર્મેન્ટ્સ, ઈકેઆઈ એનર્જીના શેર 9 ટકા તૂટ્યાં.