Milk Side Effects: કોણે રાત્રે સૂતા પહેલા દૂધ પીવું ન જોઈએ? જાણો

148057_Shamarie84_489cea04-1d78-4fb5-a955-17ad866141b5

મોટાભાગના લોકો સારી ઊંઘ અને એકંદર સ્વાસ્થ્ય માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવાનું પસંદ કરે છે. દૂધને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું દરેક વ્યક્તિ માટે રાત્રે દૂધ પીવું ફાયદાકારક છે? ચાલો આ લેખ દ્વારા જાણીએ કે સૂતા પહેલા દૂધ પીવું યોગ્ય છે કે નહીં અને કયા લોકોએ તેનાથી બચવું જોઈએ.

દૂધમાં રહેલા પોષકતત્વો

દૂધ એક પૌષ્ટિક પીણું છે જેમાં કેલ્શિયમ, વિટામિન ડી સહિતના જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. અહેવાલો મુજબ, દૂધમાં એમિનો એસિડ ટ્રિપ્ટોફેન હોય છે, જે શરીરને આરામ આપવામાં અને ઊંઘને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. જોકે, કેટલાક લોકોને રાત્રે દૂધ પીવાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

who-should-avoid-drinking-milk-at-night-know-side-effects-603916

આયુર્વેદ મુજબ દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે?

આયુર્વેદ અનુસાર રાત્રે સૂતા પહેલા દૂધ પીવું અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદનું માનવું છે કે રાત્રે દૂધ પીવાથી ‘ઓજસ’ સક્રિય થાય છે, જે શરીરમાં પાચનને સંતુલિત કરે છે. જોકે બાળકો માટે સવારે દૂધ પીવું ખૂબ જ જરૂરી ગણાય છે. જો કે દરેક વ્યક્તિ માટે રાત્રે દૂધ પીવું ફાયદાકારક નથી. નીચે જણાવેલ સમસ્યાઓ ધરાવતા લોકોએ રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ.

કયા લોકોએ રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ?

ડેરી એલર્જી
જે લોકોને ડેરી ઉત્પાદનોથી એલર્જી હોય, તેમણે રાત્રે દૂધ પીવાનું ટાળવું જોઈએ.

લેક્ટોઝ ઇન્ટોલરન્સ
જે લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્સ (દૂધ ન પચવાની સમસ્યા) થી પીડિત હોય, તેમને રાત્રે દૂધ પીવાથી તકલીફ થઈ શકે છે.

પાચનની સમસ્યાઓ
જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ હોય તેમણે પણ દૂધથી પરેજી પાળવી જોઈએ.