ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલના સારા સંકેતો વચ્ચે શેર બજારમાં તેજી, સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા
સેન્સેક્સ 245 પોઈન્ટના વધારા સાથે 82,637.18 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 76 પોઈન્ટના વધારા સાથે 25,315.35 પર ટ્રેડ થઈ રહ્યો છે. ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલના સારા સંકેતો વચ્ચે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 245 પોઈન્ટના વધારા સાથે 82,637.18 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 76 પોઈન્ટના વધારા સાથે 25,315.35 પર ટ્રેડ થઈ રહ્યો છે.
શેરની સ્થિતિ
ટાટા કંઝ્યુમર, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંકના શેર 3.09 ટકા સુધી વધ્યા છે. જ્યારે ટાટા સ્ટીલ, હિંડાલ્કો, અદાણી પોર્ટ્સ, ઈટરનલ, આઈશર મોટર્સ અને ટાઈટનના શેર 0.40 ટકા સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરની સ્થિતિ: મિડકેપ શેરોમાં રિલેક્સો ફૂટવેર, કેસ્ટ્રોલ, આદિત્ય બિરલા ફેશન, એમફેસિસ અને કેપીઆઈટી ટેકના શેરમાં 3.10 ટકા સુધી વધારો જોવા મળ્યો. લ્યુપિન, એમએમ ફાઈનાન્શિયલ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ, મુથૂટ ફાઈનાન્સ, ઓલા ઈલેક્ટ્રિકના શેર 2.83 ટકા ઘટ્યા.
સ્મૉલકેપ શેરની સ્થિતિ: આઈઆરએમ એનર્જી, સિંધુ ટ્રેડ, કેએનઆર કંસ્ટ્રક્શન, પક્કા, પોકરના અને ટીટીકે હેલ્થકેરના શેર 16.79 ટકા સુધીના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સ્ટીલકાસ્ટ, વન મોબિક્વિક, બાલમર ઈન્વેસ્ટ અને થેમિસ મેડિકેરના શેર 4.97 ટકા સુધી તૂટ્યા છે.
એશિયન અને અમેરિકન બજારોની સ્થિતિ
ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ 125.55 પોઈન્ટ ઘટીને 45,757.90 પર આવી ગયો. જ્યારે એસએન્ડપી 500 8.52 પોઈન્ટ ઘટીને 6,606.76 પર આવી ગયો. નાસ્ડેક કંમ્પોઝિટ 14.79 પોઈન્ટ ઘટીને 22,333.96 પર બંધ થયો. એશિયન બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કેઈ 225 0.45 પોઈન્ટ ઘટ્યો. જ્યારે ટોપિક્સ ઈન્ડેક્સ 0.65 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.80 ટકા ઘટ્યો.
