આજે ગુજરાત સ્થિત VMS TMT કંપનીનો IPO ખુલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP
ગુજરાત સ્થિત આ કંપની TMT બાર્સ (થર્મો-મિકેનિકલ ટ્રીટેડ બાર) બનાવે છે, જેનો ઉપયોગ ઇમારતોના બાંધકામમાં થાય છે. કંપનીનો ₹148 કરોડનો IPO આજે, 17 સપ્ટેમ્બર 2025થી ખુલ્યો છે અને 19 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લો રહેશે. ઇમારત સંબંધિત કંપનીઓમાં રસ ધરાવતા લોકો માટે આ એક સારો ઓપ્શન છે. આ આર્ટિકલમાં જાણો વીએમએસ ટીએમટી IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.
VMS TMT IPO: પ્રાઇસ બેન્ડ
VMS TMT IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 94-99 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 150 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,850 રૂપિયા છે.

VMS TMT IPO: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, વીએમએસ ટીએમટીનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 94 થી રૂ. 99 સુધીના 23.23%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 122 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
VMS TMT IPO: મહત્વપૂર્ણ તારીખો
VMS TMT IPO સબ્સ્ક્રિપ્શન માટે આજે 17 સપ્ટેમ્બરના રોજ ઓપન થયો છે. જેને 19 સપ્ટેમ્બર, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 22 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરના રોજ થશે.
