ગુજરાત વાસીઓને ગરમીથી મળશે રાહત ! સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

heatwave_3_1200x768

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં તીવ્ર ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં સતત 4 દિવસથી તાપમાન 43 ડિગ્રી છે. જોકે, આજે ગુજરાતના લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. તે જ સમયે, હવામાનશાસ્ત્રીઓ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ ગરમીના મોજાથી રાહત મળવાની શક્યતા વ્યક્ત કરી છે.

India To Have More Heatwave Days, Abnormally Hot Summer: Weather Office

તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસમાં ગુજરાતમાં તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થવાનો છે. આ પછી, આગામી દિવસોમાં તાપમાનમાં ધીમે ધીમે 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તે જ સમયે, અંબાલાલ પટેલના મતે, શુક્રવારે ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આ પછી, આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં પવનની ગતિમાં મધ્યમ વધારો થશે. આનાથી ગરમીથી આંશિક રાહત મળશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી રાહત મળી શકે છે. કચ્છ અને રાજકોટમાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો હાઈ રહ્યો છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાય તેવી શક્યતા છે.

Delhi nears 50 degrees Celsius: What's causing extreme heat in capital? |  India News - Business Standard

ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 11થી 14 એપ્રિલ સુધી ગુજરાતમાં આંધી અને વંટોળનું પ્રમાણ વધી શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનનું જોર રહેવાનું પણ તેમણે અનુમાન કર્યું છે. 11 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.આ સાથે લીમખેડા, દાહોદ, વડોદરા, નડિયાદમાં હવામાન પલટો આવી શકે છે. મહત્વનું છે કે આગામી 48 કલાકમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે. રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, કચ્છમાં પણ તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે. આ પછી 17થી 19 એપ્રિલે હવામાનમાં ફરી પલટો આવશે.