Rathyatra 2025: આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા, નગરચર્યાએ નીકળ્યા ભગવાન

1750967962761

Rathyatra 2025: આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા નીકળશે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારના 4 વાગ્યથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આરતીમાં હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના દર્શન કરશે. દર્શન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધી કરશે. પહિંદવિધી સાથે 148મી રથયાત્રાનો પ્રારંભ થશે.

અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કરવા ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉપસ્થિત છે.  અમિત શાહે ભગવાન જગન્નાથજીની આરતી કરી. આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાશે. આ સાથે www.jagannathjiahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રાના દર્શનનો પણ લાભ લઈ શકશે.

Jagannath Rath Yatra 2025 Ahmedabad: CM Bhupendra Patel Performs Sacred  'Pahind Vidhi' to Kick Off Festivities | WATCH English Bombay Samachar

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રા નીકળશે. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. નાથના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈનથી સાધુ-સંતો ઉમટ્યા હતા. જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રભરમાંથી સાધુ સંતો ઉમટ્યા છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન થયા હતા.