Betel Leaves: પાચન સુધારથી ન્યૂરો સિસ્ટમની મજબૂતી સુધી, જમ્યા પછી એક પાન ખાવાથી સ્વાસ્થ્યને થશે જાદુઈ ફાયદા
પાનના પત્તાને દાંડીથી લગભગ એક ઈંચ દૂરથી કાપવું જોઈએ, કારણ કે નજીકથી કાપવાના કારણે તેના ઔષધીય ગુણ ખતમ થઈ જાય છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં પાનના પત્તાનું આગવું મહત્ત્વ છે. જેને માત્ર મોંઢામાં ચાવવા માટે જ નહીં, પરંતુ ધાર્મિક ઉપરાંત ઔષધીય ઉપયોગ માટે પણ વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. પાનના પત્તા હિન્દુ ધર્મમાં પૂજા તેમજ મુસ્લિમ ધર્મમાં ખુશહાલીના અવસરો પણ ઉપયોગમાં લેવાવામાં આવે છે. પાનમાં સોપારી, કાથો અને ચૂનો મિક્સ કરીને ખાવાથી પાચન સુધરે છે અને ભોજન બાદ પાન ખાવાથી શરીર સક્રિય રહે છે.

સદ્દગુરુ જગ્ગી વાસુદેવનાના જણાવ્યા પ્રમાણે, પાનના પત્તા ખાવાથી ન્યૂરોલૉજિકલ સિસ્ટમ મજબૂત બને છે અને શરીરની એક્ટિવિટી પણ સુધરે છે.પાનના પત્તાને દાંડીથી લગભગ એક ઈંચ દૂરથી કાપવું જોઈએ, કારણ કે નજીકથી કાપવાના કારણે તેના ઔષધીય ગુણ ખતમ થઈ જાય છે. જમ્યા પછી પાનના પત્તા ચાવવાથી ખોરાક વ્યવસ્થિત રીતે પચે છે અને બોડીમાં જમા ટૉક્સિન્સ બહાર નીકળે છે. લંચ કે ડિનર બાદ પાન ચાવવાથી શરીરને અઢળક ફાયદા થાય છે.
આયુર્વેદ અનુસાર, પાનના પત્તા પેટની ગંદકી અને હાનિકારક પદાર્થોને સાફ કરવામાં મદદ કરે છે. જેનું કારણે તેના અલ્કલાઈન અને ઔષધીય ગુણ છે. તો ચાલો જમ્યા પછી પાન ખાવાથી શરીર પર કેવી અસર થાય છે તેના વિશે જાણીએ.

પાનના પત્તામાં એવા તત્વ હોય છે, જે પેટમાં બનતા એસિડ અને ભોજનના અવશેષોને હલકા કરે છે, જેનાથી ખોરાક જલ્દી પચે છે અને પેટ ભારે નથી લાગતુ. આયુર્વેદમાં માનવામાં આવ્યું છે કે, પાન શરીરના હાનિકારક પદાર્થોને બહાર નીકાળવામાં મદદરૂપ છે. પેટમાં કોઈ પણ પ્રકારના એસિડની અસરને પાનનું પત્તું ઓછી કરી દે છે. પાન પેટની અંદરથી સફાઈ કરે છે અને કબજિયાત તેમજ પેટની ગંદકીને દૂર કરે છે.
જમ્યા પછી પાન ખાવાથી પેટ હલકુ રહે છે અને ખોરાક પણ જલ્દી પચી જાય છે. આ પાન પેટમાં રહેલ ટોક્સિન્સને ઓછા કરવામાં મદદરૂપ હોય છે. તે બેક્ટેરિયા અને ઈન્ફેક્શન પેદા કરનાર વાઈરસને પણ ખતમ કરે છે. આ પાન મસ્તિષ્ક અને સેલ્સને સામાન્ય ઉત્તેજિત કરે છે, જેનાથી શરીર સક્રિય થાય છે.આ સાથે જ પાન મોંઢાની દૂર્ગંધ દૂર કરે છે અને ઓરલ હેલ્થમાં સુધારો કરે છે. આ પાન સોજા અને દુખાવાને પણ ઓછો કરવામાં મદદરૂપ થાય છે. પાનના પત્તા ભૂખ વધારવા અને પાચનને બહેતર બનાવવામાં પણ મદદ કરે છે.
