જૂનાગઢના દામોદર કુંડ અને જટાશંકર સહિત 37 સ્થળ પર સ્નાન માટે પ્રતિબંધ

damodar-kund

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા 2023ની કલમ 163 હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ડૂબી જવાની ઘટનાઓને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્રએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા 2023ની કલમ 163 હેઠળ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના 37 સ્થળોએ કોઈપણ વ્યક્તિને પ્રવેશ કરવા અથવા ન્હાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું 5 ઓગસ્ટથી 3 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.

junagadh-news-bathing-banned-at-37-sites-including-damodar-kund-and-jatashankar-devotees-protest-amid-collectors-resignation-579552

આ જાહેરનામામાં જૂનાગઢ શહેરના વીલંગ્ડન ડેમ, વાઘેશ્વરી તળાવ, કાળવા નદી, સોનરખ નદી, નરસિંહ મહેતા તળાવ, દામોદર કુંડ, નારાયણ ધરા, જટાશંકર જંગલ વિસ્તાર, બાદલપુર ડેમ, ઉબેણ ડેમ, ઓઝત નદી પર ગુજરીયા ડેમ, સોનરખ નદી પર પસવાળા ડેમ, હસ્નાપુર ડેમ, ઓઝત નદી બંધ, મધુવંતી નદી, અંબાજળ ડેમ (સતાધાર), ધાકળ ડેમ (સરસઈ), ઝાંઝેશ્રી ડેમ, મહુડા મહુડી ડેમ, કેશોદમાં ઓઝત નદી, ટીલોળી નદી, નોળી નદી, શાબરી અને મધુવતી નદી સહિત કુલ 37 સ્થળોનો સમાવેશ થાય છે.

દામોદર કુંડ પર પ્રતિબંધથી વિવાદ

આ જાહેરનામામાં પવિત્ર દામોદર કુંડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે ચર્ચાઓ જાગી છે. દામોદર કુંડ પર પિતૃ તર્પણ અને સ્નાન વિધિ માટે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, અને આ પ્રતિબંધથી તેમને મુશ્કેલી પડી શકે છે. આથી, એવી માંગ ઉઠી છે કે જિલ્લા વહીવટી તંત્ર આ જાહેરનામામાં સમાવિષ્ટ સ્થળોની ફરીથી ચકાસણી કરે અને યોગ્ય નિર્ણય લે.