સારા તેંડુલકરનો કિલર લુક વાયરલ, 2.3 મિલિયન લાઈક્સ સાથે ગ્લેમર જગતમાં છવાઈ

sara-tendulkar-bold-photos-1-820x1024

ભારતીય ક્રિકેટના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર (Sara Tendulkar) ગ્લેમરની દુનિયામાં એક મોટું નામ બની ગઈ છે. તે પોતાની સુંદરતા અને સ્ટાઈલથી ચાહકોના દિલ પર રાજ કરે છે. હાલમાં જ સારાના એક ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેને 2.3 મિલિયનથી વધુ લાઈક્સ મળ્યા છે. આ ફોટામાં સારાનો ‘કિલર લુક’ અને ખાસ અંદાજ ચાહકોના પ્રિય બન્યા છે.

સારાનો કિલર લુક

સારા તેંડુલકર લાલ રંગના ટાઈટ બોડી-ફિટ ડ્રેસમાં જોવા મળી રહી છે, જેમાં તેનું કર્વી ફિગર આકર્ષક લાગી રહ્યું છે. આ તસવીરો જોઈને તેની હોટનેસનો સહેલાઈથી અંદાજ લગાવી શકાય છે. ચાહકોએ આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવ્યો છે, અને આ પહેલીવાર નથી કે જ્યારે સારાની તસવીરો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની હોય.

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની પુત્રી હોવા ઉપરાંત, સારાએ પોતાની અલગ ઓળખ બનાવી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર તરીકે પણ જાણીતી છે. તે દેશ અને વિદેશમાં પ્રવાસ કરે છે, નવી જગ્યાઓ અને વસ્તુઓની શોધખોળ કરતી રહે છે, અને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણી શાનદાર તસવીરો શેર કરે છે.

સારા તેંડુલકરને મળી નવી જવાબદારી

તાજેતરમાં, સારા તેંડુલકરને એક નવી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. રિપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયન ટુરિઝમે સારા તેંડુલકરને તેમના આંતરરાષ્ટ્રીય અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. આ ભૂમિકા ઓસ્ટ્રેલિયામાં પ્રવાસન વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ભારતીય ક્રિકેટ દિગ્ગજની પુત્રી માટે આ એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.