રણવીર સિંહે આર. માધવનના ટ્રાન્સફોર્મેશનને દર્શાવતું ધુરંધર પોસ્ટર શેર કર્યું

dhundhar

આર. માધવનનો દ્ગજીછના અધિકારી જેવો લૂકઆર. માધવનની ફિલ્મ ‘ધુરંધર’નું પોસ્ટર રિલીઝ‘ધુરંધર’ ફિલ્મના આ નવા પોસ્ટરને ‘કર્મનો સારથી’ કેપ્શન સાથે રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છમુંબઈ: અભિનેતા રણવીર સિંહના ૪૦માં જન્મદિવસે તેની નવી ફિલ્મ ‘ધુરંધર’નું ટીઝર આઉટ થયું હતું ત્યાર બાદ ‘ધુરંધર’ ફિલ્મનો ફર્સ્ટ લૂક વીડિયો પણ રિલીઝ થયો હતો. આ વીડિયોમાં ફિલ્મના અન્ય કલાકારો પણ જાેવા મળ્યા હતા. આ કલાકારોમાં અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને આર. માધવન તથા અભિનેત્રી સારા અર્જુન જાેવા મળ્યા હતા. જાેકે, હવે આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં આર. માધવનનો અલગ અંદાજ જાેવા મળ્યો છે.‘ધુરંધર’ ફિલ્મના મેકર્સે નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.

Ranveer Singh introduces R Madhavan's powerful look from Aditya Dhar's  Dhurandhar

જેમાં આર. માધવનનો નવો લૂક સામે આવ્યો છે. આ પોસ્ટરમાં આર. માધવનનો ડિપ્લોમેટ જેવો અવતાર જાેવા મળ્યો છે. પોસ્ટરમાં આર. માધવન પેન્ટ-સૂટમાં જાેવા મળ્યો છે. આર. માધવનનો આ લૂક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલથી પ્રેરિત છે, એવું સૂત્રોએ અનુમાન વ્યક્ત કર્યું હતું.‘ધુરંધર’ ફિલ્મના આ નવા પોસ્ટરને ‘કર્મનો સારથી’ કેપ્શન સાથે રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે. આ પોસ્ટર જાેઈને તેના ચાહકોની આતુરતા વધી ગઈ છે.

રણવીર સિંહના ચાહકો હવે ‘ધુરંધર’ ફિલ્મમાં તેના નવા લૂકના પોસ્ટરની રાહ જાેઈ રહ્યા છે. જાેકે, આ ફિલ્મના પહેલા પોસ્ટરમાં રણવીર સિંહ લાંબાવાળ અને રફ એન્ડ ટફ લૂકમાં જાેવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, અગાઉ ‘ધુરંધર’ ફિલ્મના પોસ્ટરમાં અર્જુન રામપાલના પાત્રનું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું. જેમાં અર્જુન રામપાલને ફરિશ્તા તરીકે દર્શાવવામાં આવ્યો હતો. પોસ્ટરમાં અર્જુન રામપાલ નાના વાળ, કાળા ચશ્મા અને લાંબી દાઢીવાળા લૂકમાં જાેવા મળ્યો હતો. જાેકે, આ ફિલ્મની સ્ટોરી કેવી હશે, તેનો હજુ સુધી કોઈ અંદાજ લગાવી શક્યું નથી. ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી ૫ ડિસેમ્બરના થિયેટર્સમાં સૌને જાણવા મળશે.