અનીત પડ્ડા ‘શક્તિ શાલિની’માં લીડ રોલમાં, ‘થામા’ના પોસ્ટ ક્રેડિટમાં ઝલક વાયરલ.

Shakti-Shalini-announcement

‘થામા’ના અંતે જાેવા મળી ‘શક્તિ શાલિની’ની ઝલકઅનીત પડ્ડાનો ‘થામા’માં પોતાનું નામ અને ટીઝર જાેઈને ખુશ થતો વીડિયો વાયરલથોડા દિવસો પહેલાં આયુષ્યમાન ખુરાનાએ પણ અનીતનું મેડોકના હેરોર કોમેડી યુનિવર્સમાં સ્વાગત કર્યું હતુંઅનીત પડ્ડા મોહિત સુરીની ફિલ્મ ‘સૈયારા’થી રોતારાત સ્ટાર બની ગઈ છે. તાજેતરમાં જ તે મેડોકની ‘શક્તિ શાલિની’માં લીડ રોલ કરતી હોવાની જાહેરાત થઈ છે. મેડોકના હોરર કોમેડી યુનિવર્સનું આગામી મોટું પ્રકરણ શક્તિ શાલિની છે.

ત્યારે અનીત પડ્ડાના આ પાત્રની ઝલક ‘થામા’માં છેલ્લે પોસ્ટ ક્રેડિટમાં આપવામાં આવી છે. ૨૧ ઓક્ટોબરે દિવાળી નિમિત્તે ‘થામા’ રિલીઝ કરવામાં આવી છે. ત્યારે હવે અનીત પડ્ડાનો એક વીડિયો વાયરલ થયો છે, તે થિએટરમાં બેસીને ‘થામા’માં તેનું ‘શક્તિ શાલિની’નું ટીઝર જાેઈ રહી છે. આ વીડિયોમાં તે એટલી ઉત્સાહીત અને ખુશ છે કે તેની ખુશી સમાતી નથી. અનીત પડ્ડાનો થામાના પોસ્ટ ક્રેડિટમાં શક્તિ શાલીનીના ટીઝરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તે આ જાેતાં ખડખડાટ હસે છે.

First Look Of Aneet Padda In Shakti Shalini: Thamma's Post-Credit Scene  Reveals Major Cast Twist & Release Date - Entertainment

આ વીડિયો જાેઈને તેના ફૅન્સ પણ ખુબ ખુશ થઈ ગયા છે અને તેના વીડિયો પર અનેક કમેન્ટ્સ આવી છે. ‘શક્તિ શાલિની’ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૬ના દિવસે થિએટરમાં રિલીઝ થવાની છે. ‘થામા’માં જાેવા મળતી ઝલક પરથી અંદાજ આવે છે કે ‘શક્તિ શાલિની’નું પાત્ર “સર્જક, વિનાશક અને બધાની માતા”. થામાનો આ પોસ્ટ ક્રેડિટ સીન વાયરલ થયો ત્યારથી જ અનીત પડ્ડા આ રોલ કરવાની હોવાની ચર્ચા ચાલી હતી. આ ઝલકમાં એક મહિલા ગાઢ જંગલમાં હવામાં ઉડી રહી છે પાછળથી કેમેરા તેને ફોલો કરી રહ્યો છે.

 

તેનો લાંબો ચોટલો પણ હવામાં ઉડી રહ્યો છે. તેનાથી અનીતની મેડોકના હોરર કોમેડી યુનિવર્સમાં ગ્રન્ડ એન્ટ્રીની ઝલક મળે છે. અગાઉ આ રોલ કિઆરા અડવાણી કરવાની હોવાની પણ ચર્ચા હતી, પરંતુ અંતે અનીતને આ રોલ માટે ફાઇનલ કરવામાં આવી છે.થોડા દિવસો પહેલાં આયુષ્યમાન ખુરાનાએ પણ અનીતનું મેડોકના હેરોર કોમેડી યુનિવર્સમાં સ્વાગત કર્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, “એમએચસીયુમાં સ્વાગત છે અનીત પડ્ડા. પંજાબી આ ગયે ઓયે..એક સપના જાેનાર તરફથી બીજાને શુભેચ્છાઓ – તું જે ઇચ્છે તેનો પીછો કર્યા કર. કંઈ જ અશક્ય નથી. પંજાબથી કોઈ અમને બધાને ગૌરવ અપાવે છે એનું અમને ગૌરવ છે…તમે શક્તિ શાલિનીમાં ચમકતા જાેવા ઉત્સુક છીએ. ઉપર અને આગળ વધતી રહે અનીત..”