અભિનેતા ગોવિંદાની અચાનક તબિયત લથડી, ઘરે બેહોશ થયા બાદ હોસ્પિટલમાં દાખલ

p9l55it8_govinda_625x300_16_September_24

બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાને અચાનક તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની ટીમ હાલ તેમની સતત દેખરેખ રાખી રહી છે. મળતી માહિતી મુજબ અભિનેતા ગોવિંદાની તબિયત એકાએક ખરાબ થઈ ગઈ હતી. મંગળવારની રાત દરમિયાન ગોવિંદા તેમના ઘરે જ બેહોશ થઈ ગયા હતા.

અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ

Govinda News: गोली लगने के बाद गोविंदा का पहला बयान; अस्पताल से अपना ऑडियो  जारी किया, मुंबई पुलिस ने रिवॉल्वर कब्जे में ली

 

અભિનેતા ગોવિંદા બેહોશ થતાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને કેટલીક દવાઓ પણ આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે તેમને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અભિનેતાની તબિયત લથડતા તેમના પ્રશંસકોએ તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. આ દરમિયાન ગોવિંદાની પત્ની સુનીતાએ તેમના સ્વાસ્થ્ય વિશે હકારાત્મકતા વ્યક્ત કરતા કહ્યું હતું કે તે હીરો છે અને જલ્દી ઠીક થઈ જશે.

હોસ્પિટલમાં ગોવિંદાના ટેસ્ટ કરાયા

ગોવિંદાના મિત્ર એ જણાવ્યું કે ડોક્ટર સાથે વાત કર્યા પછી, તેમને દવા આપવામાં આવી અને રાત્રે 1 વાગ્યે હોસ્પિટલની ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા. બિંદલે વધુમાં કહ્યું કે ગોવિંદાના થોડા ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા પછી જ અમે કંઈ કહી શકીશું.

પિતા જલ્દી સ્વસ્થ થાય તે માટે તેમની પુત્રીએ વિશેષ ધાર્મિક આયોજન પણ કરાવ્યું હતું. ગોવિંદાના સ્વાસ્થ્ય માટે 51 પુજારીઓ દ્વારા ‘મહામૃત્યુંજય જાપ’ કરવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા એવા સંકેતો પણ મળ્યા હતા કે ગોવિંદા કદાચ આવતીકાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ શકે છે. સમગ્ર બોલિવૂડ અને ચાહકવર્ગ ગોવિંદા જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યો છે.