ભારતીય શેર માર્કેટમાં હરિયાળી, સેન્સેક્સ 240 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25 હજારને પાર
આજે મંગળવારે શેર બજારની મંગળ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખુલ્યા છે. સેન્સેક્સ 241.23 પોઈન્ટના ઉછાળા સાથે 82,018.96 પર કારોબાર કરી રહ્યો છે અને નિફ્ટી 66.40 પોઈન્ટના વધારા સાથે 25000 ને પાર થઈ ગયો છે.
આજનું શેર બજાર
ટેક મહિન્દ્રા, અદાણી એન્ટરપ્રાઈઝ, અપોલો હોસ્પિટલ, એચસીએલ ટેક, અદાણી પોર્ટ્સ, હિંડાલ્કો, બજાજ ફાઈનાન્સ અને ટીસીએસના શેરમાં 10 ટકા સુધી ઉછાળો નોંધાયો છે. ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, ટાઈટન, હિરો મોટોકૉર્પ, ટાટા કંઝ્યુમર્સ અને નેસ્લે ઈન્ડિયાના શેર 5 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
મિડકેપ શેરની સ્થિતિ: અદાણી પાવર, ગ્લેન્ડ, જેએસડબ્લ્યુ એનર્જી, જિંદાલ સ્ટીલ અને ક્રિસિલના શેરમાં 5 ટકાના વધારા સાથે ટ્રેડ થયા. જ્યારે એયુ સ્મૉલ ફાઈનાન્સ, આઈઓબી, મેક્સ હેલ્થકેર, આઈડીબીઆઈ બેન્ક અને ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટના શેરમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

સ્મૉલકેપ શેરની સ્થિતિ: દીપ પોલિમર્સ, એસએમએસ ફાર્મા, સાધના નિટ્રો, ઓમેક્સ અને વિષ્ણુ કેમિકલ્સના શેર 8.61 ટકા સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે મહિન્દ્રા સીઆઈઈ, પીસી જ્વેલર્સ, નાથ બાયો-જેન્સના શેર 8.14 ટકા સુધી તૂટ્યા છે.
અમેરિકી ફેડરલ રિઝર્વ મીટિંગ પર નજર
સોમવારે એશિયન બજારોમાં જબરદસ્ત તેજી જોવા મળી. જાપાનનો નિક્કેઈ 225 પહેલીવાર 45000 ને પાર પહોંચી ગયો. અમેરિકન બજારો પર ગ્રીન ઝોનમાં બંધ થયા. હવે રોકાણકારોની નજર અમેરિકાની ફેડરલ રિઝર્વ મીટિંગ પર છે જે 16 અને 17 સપ્ટેમ્બરના રોજ છે, જેમાં વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. જેને પગલે શેર બજારમાં પણ રોનક જોવા મળી શકે છે.
