GST New Rates List: આજથી 295 વસ્તુઓ સસ્તી થશે, નવરાત્રીમાં સરકાર તરફથી મોટી ભેટ

GST-RATE

નવરાત્રીના પહેલા દિવસથી શરૂ કરીને, 295 રોજિંદા વસ્તુઓ સસ્તી થશે. આ વસ્તુઓમાં ખાદ્ય પદાર્થો તેમજ જાગવાથી લઈને સૂવા સુધીની વિવિધ વસ્તુઓનો સમાવેશ થાય છે.  ખાદ્ય પદાર્થોથી લઈને ટેલિવિઝન, એર કન્ડીશનર, ટુ-વ્હીલર, કાર, કપડાં અને જૂતા સુધીની દરેક વસ્તુ પર GSTમાં ઘટાડાથી મધ્યમ વર્ગને ફાયદો થશે. ખાતરો અને કૃષિ સાધનો પર GSTમાં ઘટાડાથી ખેડૂતોને ફાયદો થશે. છૂટક વેપારીઓ નવરાત્રીથી ડિસેમ્બર સુધી વેચાણમાં 20% વધારો થવાની અપેક્ષા રાખે છે.

ખેડૂતો અને વ્યાપારીયોને પણ આ GST ફેરફારનો ફાયદો થશે. ખાતરો અને કૃષિ સાધનો પર GSTમાં ઘટાડાથી ખેડૂતો માટે ખેતી ખર્ચ અને નાના ઉદ્યોગસાહસિકો માટે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. GSTમાં આ ઘટાડાથી નવરાત્રીથી ડિસેમ્બર સુધી તમામ પ્રકારની વસ્તુઓના વેચાણમાં 20% સુધીનો વધારો થવાની ધારણા છે, જેનાથી છૂટક વેપારીઓને ફાયદો થશે.

GST rate hikes: List of goods and services which are expensive now - India  Today

કયા સેક્ટરને ફાયદો થશે?

  • ખાદ્ય વસ્તુઓ
  • કૃષિ
  • ટેક્સટાઇલ
  • દવા
  • શિક્ષણ
  • આમ આદમી સાથે જોડાયેલી વસ્તુઓ
  • ઉપભોક્તા માલ
  • ફૂટવેર વસ્તુઓ
  • મશીનરી
  • કાર
  • સ્કૂટર

GST માં શું ખાસ છે?

હવે ફક્ત બે મુખ્ય સ્લેબ છે: 5 અને 18 અને એક 40 ટકાનો સ્લેબ પણ હશે, જેમાં ગુટખા, ઝરદા અને સિગારેટ જેવી વસ્તુઓ તેમજ 1200 સીસી અથવા ચાર મીટરથી વધુ લાંબી મોટી કારનો સમાવેશ થાય છે. ઘણી મોટી કારોને 40 ટકા GST પછી પણ રાહત મળશે, કારણ કે હાલમાં તે 28 ટકા GST અને 22 ટકા સેસ આકર્ષે છે. કુલ 453 વસ્તુઓ પર GST દર બદલાઈ રહ્યા છે. 295 વસ્તુઓ સહિત 413 વસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યા છે. 40 રોજિંદા વસ્તુઓ પર GST દર વધારવામાં આવ્યા છે.

257 વસ્તુઓ પર આજથી 12 ટકાને બદલે 5 ટકા GST વસૂલવામાં આવશે. 38 વસ્તુઓ પર આજથી 12 ટકાને બદલે શૂન્ય GST વસૂલવામાં આવશે. આજથી 58 વસ્તુઓ પર 18% ને બદલે 5% GST લાગશે. આજથી ત્રણ વસ્તુઓ પર 5% ને બદલે 18% GST લાગશે.

Three tier GST rate structure up for debate - BusinessToday

 

કેટલા ટકા ટેક્સ લાગશે?

19 વસ્તુઓ પર આજથી 12% ને બદલે 18% GST લાગશે. એક વસ્તુ પર આજથી 18% ને બદલે 40% GST લાગશે. 17 વસ્તુઓ પર આજથી 28% ને બદલે 40% GST લાગશે.

નોંટ: આજથી પેપ્સી અને કોક જેવા ઠંડા પીણા પર 40% GST લાગશે, જે પહેલા કરતા વધુ મોંઘા થશે.