શ્રીદેવીની ‘મોમ’ સીકવલનું શૂટિંગ શરૂ, ખુશી મુખ્ય ભૂમિકામાં કરિશ્મા તન્ના સાથે કરશે સ્ક્રીન શેર
ખુશી સાથે કરિશ્મા તન્ના સ્ક્રીન શેર કરશે ખુશીએ મમ્મી શ્રીદેવીની મોમ ફિલ્મની સીકવલનું શૂટિંગ શરુ કર્યું શ્રીદેવીની અંતિમ યાદગીરી સમાન છેલ્લી ફિલ્મની સીકવલમાં ખુશીની પસંદગીથી ચાહકો નાખુશ થયાં.
શ્રીદેવીની છેલ્લી ફિલ્મ ‘મોમ‘ની સીકવલનું શૂટિંગ શરુ થઈ ગયું છે. ફિલ્મમાં ખુશી મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. કરિશ્મા તન્ના પણ તેની સાથે સ્ક્રીન શેર કરી રહી છે. જાેકે, શ્રીદેવીના ચાહકો ખુશીની પસંદગીથી નાખુશ છે. ખુશી ‘આર્ચીઝ’ કે ‘નાદાનિયાં’ જેવી ફિલ્મો દ્વારા એક્ટિંગમાં વામણી પુરવાર થઈ ચૂકી છે.

ચાહકોને ડર છે કે શ્રીદેવીની અંતિમ યાદગીરી સમાન ફિલ્મની સીકવલમાં ખુશીની કંગાળ એક્ટિંગ આગલી ફિલ્મની ગુડવિલને પણ નુકસાન પહોંચાડશે. સંખ્યાબંધ ચાહકો સોશિયલ મીડિયા પર આ બાબતે રોષ વ્યક્ત કરી રહ્યા છે. મૂળ ‘મોમ‘ ફિલ્મનું દિગ્દર્શન રવિ ઉદયવારે કર્યું હતું. જાેકે, સીકવલનું શૂટિંગ મૂળ ફિલ્મના લેખક ગીરિશ કોહલી કરી રહ્યા છે.
