Gujarat માં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

IMG-20250616-WA0000

Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે. હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ચાર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.