જૂનાગઢ નેત્રમ શાખાને ૧૫ મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ
કુલ ર૦ માં એવોર્ડથી સન્માનીત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય
જૂનાગઢ ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઈન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવે છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી.

ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે. જૂનાગઢ રેન્જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા ઇચા. પોલીસ વડા બી.યુ. જાડેજા દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઈન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા બનતા કોઈ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઈ વ્યક્તિ નો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંક ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, પોલીસ

પ્રજાનો મિત્ર છે” તે સુત્રને સાર્થ ક કરવા સૂચના આપેલ છે. જે અંતર્ગત જૂનાગઢ હેડ કવા. ડી.વાય.એસ.પી. એ.એસ. પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. પ્રતિક મશરૂ અને ૨૬ પોલીસ સ્ટાફ તથા ૨૪ એન્જીનીયરઓ (Reward & Recognition Program ) હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.ની કચેરી ખાતે નિ યુક્ત કરેલ કમીટી દ્વારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ ૨૦૨૪ ના ક્વાર્ટર-૩ અને ક્વાર્ટ ૨-૪ સમયગાળા દરમ્યા ન સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ.
