બ્લેક ગાઉનમાં તમન્ના ભાટિયાનો બોલ્ડ અને કિલર લુક
રેડ કાર્પેટથી લઈને કેઝ્યુઅલ આઉટિંગ સુધી તમન્ના ભાટિયા સ્ટાઈલમાં સૌનું ધ્યાન ખેંચે છે. હાલમાં તમન્ના બ્લેક કટઆઉટ ગાઉનમાં ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ દેખાઈ રહી હતી. સિમ્પલ મેકઅપ અને વોલ્યુમિનસ હેરસ્ટાઇલ સાથેનો તેમનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બ્લેક બોડીકોન ડ્રેસમાં લાગી સુંદર
બોડીકોન ગાઉનની ફિટિંગ તમન્ના ભાટિયાના કર્વ્સને સુંદર રીતે ઉભારી રહી હતી, જ્યારે તેની સ્ક્વેર નેકલાઇન તેમના લુકને મોડર્ન અને સ્ટાઇલિશ બનાવી રહી હતી. ગાઉનના ડિઝાઈનમાં તેની કમર પર ડાયમંડ શેપની કટઆઉટ ડિઝાઇન હતી, જે સૌનું ધ્યાન તેમની ફિગર પર ખેંચી રહી હતી.

તમન્નાનો સિમ્પલ પરંતુ આકર્ષક લુક
પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે તમન્નાએ બ્લેક સ્ટિલેટો પમ્પ્સ પહેર્યા હતા, જેનો રેડ સોલ તેમના આખા આઉટફિટમાં ક્લાસ અને લક્ઝરી ટચ ઉમેરી રહ્યો હતો. તેમણે જ્વેલરીમાં માત્ર સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને વીંટીઓ પહેરી હતી. તમન્નાનો લુક સિમ્પલ પરંતુ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો.
તમન્નાનો નેચરલ મેકઅપ

તમન્નાએ લાઇટ મેકઅપ સાથે પોતાનો નેચરલ ગ્લો ફ્લોન્ટ કર્યો. લુકને ગ્લેમરસ બનાવવા માટે તમન્નાએ સ્મોકી મેકઅપ કર્યો હતો. હેરસ્ટાઇલની વાત કરીએ તો તેમણે લૂઝ કર્લ્સ કરીને પોતાના વાળને ખુલ્લા છોડ્યા હતા. આનાથી તેમના ગાઉનની બોલ્ડનેસ વધુ બેલેન્સ થઈ રહી હતી.
