ઈમરાન-દિશાની ‘આવારાપન ૨’નું શૂટિંગ શરૂ, 3 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થવાની સંભાવના

20250923152136_mikyy

જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશ.ઇમરાન હાશ્મી અને દિશા પટાણીએ બેંગકોકમાં ‘આવારાપન ૨’ શરૂ કર્યું.ઇમરાન હાશ્મી પણ શિવમ તરીકે પાછો ફરતા ઉત્સુક છે.

જ્યારે દિશા એક નવી રોમેન્ટિક દુનિયામાં પ્રવેશ કરશ.છેલ્લાં થોડાં વખતથી એવા અહેવાલો ફરતા હતા કે વિશેશ ભટ્ટ અને નિતિન કક્કડ, દિશા પટાણી અને ઇમરાન હાશ્મી સાથે ‘આવારાપન ૨’ શરૂ કરૂ રહ્યા છે. ત્યારથી આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થવાની પણ ચર્ચા હતી અને ૨૦૨૬ના ઉનાળામાં રિલીઝ થશે. હવે એવા અહેવાલો છે કે આ અઠવાડિયે બેંગકોકમાં શૂટ કર્યું છે.એક સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “આ અઠવાડિયે બેંગકોકમાં આવારાપન ૨નું શૂટ શરૂ થશે, જેમાં ઇમરામન હાશ્મી અને દિશા પટ્ટણી લીડ રોલમાં છે. તેઓ સમગ્ર કાસ્ટ અને ક્રૂ સાથે લગભગ એક મહિનો બેંગ્કોકમાં રહેશે.

Shooting of Emraan Dishas Aavaarapan 2 begins likely to release on April 3 2026

એકસાથે લાંબુ શૂટ ચાલશે અને લગભગ ૫૦ ટકા ફિલ્મ શૂટ થઈ જશે.” સૂત્રએ આગળ જણાવ્યું કે આવારાપન ૨ની સમગ્ર વાર્તા બેંગ્કોકમાં જ આકાર લે છે અને ફિલ્મ રિયલ લોકેશન પર શૂટ થઈ રહી છે.એવા પણ અહેવાલો છે કે વિશેષ ભટ્ટનું બધું જ ધ્યાન હાલ આ ફિલ્મના ચાર્ટબસ્ટર મ્યુઝિક પર છે. તેઓ આ ફિલ્મ માટે બધાં જ કમ્પોઝર્સ પાસેથી શ્રેશ્ઠ પરિણામો મેળવવા કોશિશ કરી રહ્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર “મ્યુઝિક આ ફિલ્મનો ઘણો મહત્વનો ભાગ છે. સિક્વલમાં આ ફ્રન્ચાઇઝીના ફૅન્સ મ્યુઝિક બાબતે નિ:રાશ ન થવા જાેઈએ. બેંગ્કોકમાં ૩૦ દિવસનું શીડ્યુલ છે, પછી તેઓ આગળનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થશે.

 

જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે.”સૂત્રએ એવું પણ કહ્યું આવારાપન ૨ તેની પહેલા જાહેર થયેલી તારીખ ૩ એપ્રિલ,૨૦૨૬ના દિવસે જ રિલીઝ થશે. સૂત્રએ જણાવ્યું, “બધું જ સમયસર થઈ જાય તે માટે ટીમ અથાગ પ્રયત્ન કરી રહી છે. તેઓ રજાઓમાં ફિલ્મ રિલીઝ કરવા માગે છે. જેથી બોક્સ ઓફિસ પર નફો મેળવી શકાશે. ઇમરાન હાશ્મી પણ શિવમ તરીકે પાછો ફરતા ઉત્સુક છે જ્યારે દિશા એક નવી રોમેન્ટિક દુનિયામાં પ્રવેશ કરશે.”