શર્વરી અને અહાન પાંડે યશરાજની લવ સ્ટોરીમાં લીડ રોલમાં, ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર

ahanand sarvari

શર્વરી યશરાજ સ્પાય યુનિવર્સની આલ્ફામાં પણ કામ કરી રહી છે.અહાન પાંડે સાથે યશરાજની ફિલ્મમાં શર્વરી લીડ રોલમાં જાેવા મળશે.શર્વરી માટે આ ફિલ્મ મહત્વની છે, કારણ કે તે પહેલી વખત યશરાજની ફિલ્મમાં લીડ રોલમાં જાેવા મળશે.શર્વરી યશરાજ ફિલ્મ્સ સાથે એક પછી એક ફિલ્મ કરી રહી છે, પહેલાં તેણે આલિયા ભટ્ટ સાથે યશરાજ સ્પાય યુનિવર્સની એક્શન ફિલ્મ ‘આલ્ફા’માં કામ કર્યું હવે તે યશરાજના ઉગતા સિતારા અહાન પાંડે સાથે આગામી લવ સ્ટોરીમાં લીડ રોલમાં જાેવા મળશે એવા અહેવાલો છે. જાણીતા ફિલ્મ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર આ ફિલ્મ ડિરેક્ટ કરવાના છે.

Sharvari and Ahan Pandey in lead roles in Yash Rajs Love Story directed by Ali Abbas Zafar

જેઓ એક્શનથી ભરપુર અને છતાં ભાવનાસભર ફિલ્મ બનાવવા માટે જાણીતા ડિરેક્ટર છે. આ એક મોટા બજેટની ફિલ્મ હશે.શર્વરી માટે આ ફિલ્મ મહત્વની છે, કારણ કે તે પહેલી વખત યશરાજની ફિલ્મમાં લીડ રોલમાં જાેવા મળશે, તેનાં માટે પણ આ સપનું સાકાર થવા જેવી બાબત છે, આ ફિલ્મ તેનાં માટે એક મોટો બ્રેક માનવામાં આવી રહી છે.સામે અહાન પાંડે પણ ‘સૈયારા’માં બ્લોકબસ્ટર ડેબ્યુ કર્યા પછી યશરાજની ફિલ્મ્સમાં પાછો ફરી રહ્યો છે.

YRF's Next: Ahaan Panday and Sharvari Wagh Unite

તેથી હવે અહાન અને શર્વરીની જાેડી કેવી લાગે છે તે જાેવા અહાનના ફૅન્સ આતુર છે. આ બંને કલાકારોની જાેડીના રોમેન્સ વિશે ઘણી ઉત્સુકતા છે. અલી અબ્બાસ ઝફર આ પહેલાં ‘સુલતાન’, ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘ભારત’, જેવી સફળ એક્શન ડ્રામા ફિલ્મ આપી ચુક્યા છે, તેથી તેમની પાસે આ ફિલ્મમાં પણ ઘણી અપેક્ષાઓ છે.જાેકે, આ ફિલ્મનું નામ અને રિલીઝ ડેટ હજુ જાહેર થયા નથી. આ ફિલ્મ મોટા હજેટની હશે, એક્શનથી ભરપુર હશે અને સાથે તેમાં ઇમોશનલ ડ્રામા પણ હશે એવી ચર્ચા છે, સાથે જ યશરાજની ફિલ્મ હોવાથી તેમાં સંગીત અને ગીતો પણ મજા આવે એવાં હશે. બહુ જલ્દી આ ફિલ્મનું કામ શરૂ થશે, પરંતુ હજુ આ ફિલ્મ વિશે ઓફિશીયલ જાહેરાતની રાહ જાેવાઈ રહી છે.