જુનિયર NTR ચાહકોને મળી ભેટ, ‘War 2’નું ટીઝર રિલીઝ, રિતિક રોશન સાથે બોલિવૂડ ડેબ્યૂ કરશે

જુનિયર એનટીઆર અને ઋતિક રોશનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘વોર 2’નું બહુપ્રતિક્ષિત ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે. આજે, તેમના જન્મદિવસ નિમિત્તે, ‘વોર 2’ ના નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રિલીઝ કરીને જુનિયર NTR ના ચાહકોને એક મોટી ભેટ આપી છે. ટીઝર રિલીઝ થતાંની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું.
‘વોર 2’ જાસૂસી બ્રહ્માંડનો એક ભાગ છે
‘વોર 2’ યશ રાજના જાસૂસી બ્રહ્માંડનો એક ભાગ છે. આ ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થયેલી ઋતિક રોશનની ‘વોર’ની સિક્વલ છે. ‘વોર ૨’માં ઋતિક ફરી એકવાર RAW એજન્ટ કબીરની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે જુનિયર એનટીઆર ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતા છે.