ન્યૂયોર્કમાં રશ્મિકા અને વિજયની કેમેસ્ટ્રી ફેન્સને ગમી

RASHMIKA-MANDANNA

વિજયની કિંગડમ રિલિઝ થઈ છે, પરંતુ જાેઈએ તેવો રિસ્પોન્સ મળ્યો નથી જ્યારે રશ્મિકા તાજેતરમાં ધનુષની કુબેરમાં દેખાઈ હતી .સાઉથના કલાકાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ ૭૯મો સ્વતંત્રતા દિવસ ન્યૂયોર્કના ટાઈમસ્કવેર ખાતે પણ ઉજવ્યો.અહીં તેઓ બન્ને સાથે હસતા, વાતો કરતા રોમાન્ટિક મિજાજમાં જાેવા મળ્યા. ફેન્સને તેમની કેમ્સ્ટ્રી ખૂબ જ ગમી ગઈ અને બધાએ તેમનો હીડન લવ જાણે જાણી ગયા હોય તેમ સોશિયલ મીડિયા પર રિએક્ટ કરી રહ્યા છે.બન્ને રવિવારે ન્યૂયોર્ક ખાતે ટાઈમ્સ સ્કવેર ખાતેના એક આયોજનમાં ભાગ લેવા ગયા હતા.

Rashmika Mandanna, Vijay Deverakonda's Airport Chemistry Adds Fuel To  Dating Rumours | Bollywood News - News18

રશ્મિકાએ લાલ એથનિક વેયર પહેર્યાે હતો અને અંબોડો બાંધ્યો હતો. ગળામાં ભારેખમ નેકલેસ અને ગોગલ્સ સાથે તે એકદમ ઈન્ડિયન લાગતી હતી. વિજયે ઓફ વ્હાઈટ શેરવાની પહેરી હતી. બન્નેના લૂક પણ વેડિંગ જેવા જ હતા.આ બન્નેની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. જેમાં બન્ને એક વ્હીકલ પર લોકોનું અભિવાદન લેતા દેખાય છે અને સાથે એક બીજા સાથે હસી મજાક કરતા વાતો કરતા પણ દેખાય છે.બન્નેને જાેઈને ફેન્સ ઘણા ખુશ છે.

Watch | Rashmika Mandanna-Vijay Deverakonda Walk Hand-in-hand At An Event  In New York, Fueling Dating Rumours | Republic World

ગીત ગોવિંદમમાં આ જાેડી સાથે દેખાય હતી અને તેમના લવ અફેરની વાતો ફેલાય હતી. બન્ને પોતાના સંબંધોને જાહેર કરતા નથી, પરંતુ ઘણા એવા ઉદાહરણો છે, જેમાં તેમના રિલેશન્સ બહાર આવી જાય છે. ફેન્સ આ બન્નેને સાથે જાેવા મથી રહ્યા છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ કે વિજયની કિંગડમ રિલિઝ થઈ છે, પરંતુ જાેઈએ તેવો રિસ્પોન્સ મળ્યો નથી જ્યારે રશ્મિકા તાજેતરમાં ધનુષની કુબેરમાં દેખાઈ હતી.