ભારત પર 50 ટકા ટેરિફ લાગુ થાય તે પહેલા શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો

Stock-Market

આજનું શેર બજાર: ભારતીય શેર માર્કેટની નબળી શરૂઆત થઈ છે. સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 81,032 પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 182.70 પોઈન્ટ ઘટીને 24,787.00 પર કારોબાર કરી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાગુ કર્યો છે. જે આજે રાતથી લાગુ થશે. જેને પગલે ભારતીય શેર માર્કેટની નબળી શરૂઆત થઈ છે. સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 81,032 પર કારોબાર કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 182.70 પોઈન્ટ ઘટીને 24,787.00 પર કારોબાર કરી રહ્યો છે.

સન ફાર્મા, ટાટા સ્ટીલ, ડૉ.રેડ્ડીઝ, અદાણી એન્ટરપ્રાઈઝ, એચડીએફસી બેંક, સિપ્લા, બીઈએલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાટા મોટર્સ અને અદાણી પોર્ટ્સના શેર 2 ટકાથી વધુ ઘટ્યા છે. નેસ્લે ઈન્ડિયા, હિરો મોટોકૉર્પ, આઈશર મોટર્સ, ટાઈટન, બજાજ ઑટો અને ટાટા કંઝ્યુમરના શેરમાં મામુલી વધારો છે.

Sensex tanks over 600 points: Why is the stock market down today? - India  Today

મિડકેપ શેરની સ્થિતિ

અદાણી પાવર, પીબી ફિનટેક, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને એમએન્ડએમ ફાઈનાન્શિયલના શેરમાં 5.30 ટકા સુધી ઘટાડો છે. જ્યારે સીજી પાવર, ઈમામી, ઈન્ડિયન હોટલ્સ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ અને સેલના શેરમાં 1.61 સુધીનો ટકા વધારો છે.

સ્મૉલકેપ શેરની સ્થિતિ

આઈઆરબી ઈન્ફ્રા, ઈકેઆઈ એનર્જી, પીસી જ્વેલર્સ, પિટ્ટી એન્જીનિયરિંગના શેર 7.75 ટકા સુધી તૂટ્યા છે. સ્મૉલકેપ શેરોમાં સુંદર મેનેજર્સ, એસવીપી ગ્લોબલ અને પંજાબ કેમિકલ્સ 7.76 ટકા સુધી ઉછાળો છે.

Market crash - Sensex, Nifty: Market falls sharply in afternoon session;  key factors behind the crash - BusinessToday

અમેરિકન અને એશિયન બજારોની સ્થિતિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર ટેરિફ લાદવાની ધમકી બાદ મંગળવારે એશિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 1.16 ટકા ઘટ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 1.05 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.88 ટકા અને કોસ્ડેક 0.31 ટકા વધ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ નબળા શરૂઆતનો સંકેત આપે છે.

સોમવારે યુએસ શેરબજાર નીચા સ્તરે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.77 ટકા ઘટીને 45,282.47 પર બંધ થયો. જ્યારે, S&P 500 0.43 ટકા ઘટીને 6,439.32 પર બંધ થયો. નાસ્ડેક 0.22 ટકા ઘટીને 21,449.29 પર બંધ થયો.