LG Electronics IPO GMP: આજથી ઓપન થયો એલજી ઈલેક્ટ્રોનિક્સનો ₹11,607 કરોડનો IPO; જાણો લેટેસ્ટ GMP અને પ્રાઇસ બેન્ડ
ગુરુગ્રામ સ્થિત LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા, જે દક્ષિણ કોરિયન બહુરાષ્ટ્રીય કંપની LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ક.ની પેટાકંપની છે, તેનું ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) આજે, 7 ઓક્ટોબર 2025ના રોજ રોકાણકારો માટે ખુલ્લું થયું છે. આ IPO 9 ઓક્ટોબર 2025ના રોજ બંધ થશે. કંપની આ ઇશ્યૂ દ્વારા આશરે ₹11,607.01 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ આર્ટિકલમાં જાણો LG ઈલેક્ટ્રોનિક્સ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખો સંબંધિત તમામ માહિતી.
LG Electronics IPO: પ્રાઇસ બેન્ડ
LG Electronics IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 1080-1140 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 13 શેર છે. રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણની રકમ 14,820 રૂપિયા છે.
![]()
LG Electronics IPO: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, એલજી ઇલેક્ટ્રોનિક્સનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 1080 થી રૂ. 1140 સુધીના 27.89%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 1458 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
LG Electronics IPO: મહત્વપૂર્ણ તારીખો
LG Electronics IPO સબ્સ્ક્રિપ્શન માટે આજે 07 ઓક્ટોબરના રોજ ઓપન થયો છે. જેને 09 ઓક્ટોબર, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 10 ઓક્ટોબરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 14 ઓક્ટોબરના રોજ થશે.

LG Electronics IPO: કંપનીની નાણાકીય સ્થિતિ
ઘરેલું ઉપકરણો સહિત અનેક પ્રકારના ઇલેક્ટ્રિકલ ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરતી LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાએ મજબૂત નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે. માર્ચ 2025માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે કંપનીએ ₹2,203.35 કરોડનો ચોખ્ખો નફો કમાયો હતો. જોકે, એપ્રિલથી જૂન 2025 દરમ્યાન પૂર્ણ થયેલા ક્વાર્ટર માટે નફો ઘટીને ₹513.26 કરોડ રહ્યો, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં ઓછો છે.
