JSW Cement IPO: આજથી ખુલી ગયો આ દિગ્ગજ સિમેન્ટ કંપનીનો IPO, જાણો પ્રાઇસ બેન્ડ અને લેટેસ્ટ GMP

ભારતીય બજારમાં પ્રારંભિક જાહેર ઓફરિંગ (IPO) નો માહોલ તેજીમાં છે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ કંપનીઓ DRHP (ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) ફાઈલ કરી રહી છે. ભારત-અમેરિકા વેપાર સોદો સંતુલનમાં લટકતો હોવા છતાં પણ, દેશમાં IPO બજાર તેજીમાં જોવા મળી રહ્યું છે. આ જ ક્રમમાં, કોર સેક્ટરની અગ્રણી કંપની JSW સિમેન્ટનો IPO આજથી, 7 ઓગસ્ટથી રોકાણકારો માટે ખુલી ગયો છે. આ દ્વારા, કંપની રોકાણકારો પાસેથી કુલ 3,600 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ રકમમાં ઓફર ફોર સેલ (OFS) અને ફ્રેશ ઇશ્યૂ બંનેનો સમાવેશ થાય છે.
JSW સિમેન્ટનો આ IPO મુખ્ય બોર્ડનો છે અને આ સપ્તાહનો તે 13મો IPO છે, જે ભારતીય મૂડીબજારની સક્રિયતા દર્શાવે છે. આ આર્ટિકલમાં જાણો JSW સિમેન્ટ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.
JSW Cement IPO ની વિગતો
કુલ 3,600 કરોડ રૂપિયાના JSW Cement IPO માં 1,600 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ અને 2,000 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (OFS) નો સમાવેશ થાય છે. આ OFS અંતર્ગત, કંપનીના પ્રમોટર્સ કુલ 13,60,54,421 શેર વેચી રહ્યા છે.
JSW Cement IPO: પ્રાઇસ બેન્ડ
JSW સિમેન્ટ IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 139-147 છે. એક એપ્લિકેશન સાથે ન્યૂનતમ લોટ સાઈઝ 102 શેર છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ રોકાણની રકમ 14,994 રૂપિયા છે.
JSW Cement IPO: લેટેસ્ટ GMP
investorgain.com ના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, JSW સિમેન્ટનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 139 થી રૂ. 147 સુધીના 4.08%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 153 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
JSW Cement IPO: મહત્વપૂર્ણ તારીખો
JSW સિમેન્ટ IPO સબ્સ્ક્રિપ્શન માટે 07 ઓગસ્ટના રોજ ખુલ્યો છે. જેને 11 ઓગસ્ટ, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 12 ઓગસ્ટના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 14 ઓગસ્ટના રોજ થશે.
JSW Cement કંપની શું કરે છે?
વર્ષ 2009 માં વિજયનગર, કર્ણાટકથી શરૂ થયેલી JSW સિમેન્ટ, આજે ભારતની અગ્રણી ગ્રીન સિમેન્ટ ઉત્પાદક કંપની તરીકે ઓળખાય છે. હાલમાં તેની ગ્રાઇન્ડીંગ ક્ષમતા 20.6 MTPA (મિલિયન ટન પ્રતિ વર્ષ) છે. કંપની JSW સ્ટીલ પાસેથી બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ અને JSW એનર્જી પાસેથી ઊર્જા મેળવે છે, જે તેના ઓપરેટિંગ ખર્ચને ઘટાડવામાં અને નફામાં વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે. ભવિષ્યની યોજનાઓ અંગે, JSW સિમેન્ટ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોમાં વિસ્તરણ કરીને તેની ગ્રાઇન્ડીંગ ક્ષમતાને લગભગ 40.85 MTPA સુધી વધારવાની યોજના ધરાવે છે.