All Time Plastics IPO Listing Live: ઓલ ટાઇમ પ્લાસ્ટિકનો શેર ₹275ની સામે ₹314.3 પર લિસ્ટેડ
ઓલ ટાઈમ પ્લાસ્ટિક શેર લિસ્ટિંગ થઈ ગયું છે. આ IPO ને રિટેલ કેટેગરીમાં 5.36 ગણું, NII કેટેગરીમાં 14.01 ગણું અને QIB કેટેગરીમાં 10.30 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું. ઓલ ટાઇમ પ્લાસ્ટિક લિમિટેડના શેરનું આજે લિસ્ટિંગ થઈ ગયું છે, જે રોકાણકારો માટે ખુશીનો માહોલ લઈને આવ્યું છે. કંપનીનો શેર ઈશ્યૂ ભાવ ₹275ની સામે ₹314.3 પર લિસ્ટ થયો છે, જે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે.
આ IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કુલ મળીને આ ઇશ્યૂ 8.62 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. વિવિધ કેટેગરીમાં મળેલા સબ્સ્ક્રિપ્શનની વિગતો નીચે મુજબ છે:
- રિટેલ કેટેગરી: 5.36 ગણું
- NII કેટેગરી: 14.01 ગણું
- QIB કેટેગરી: 10.30 ગણું
ઓલ ટાઇમ પ્લાસ્ટિક લિમિટેડ એક ભારતીય કંપની છે જે ઘરેલું ઉપયોગ માટે પ્લાસ્ટિક ઉત્પાદનો બનાવે છે. તેમાં રસોડાના વાસણો, બાથરૂમ ઉત્પાદનો, હેંગર્સ, સ્ટોરેજ કન્ટેનર, બાળકોના ડાઇનિંગ સેટ વગેરેનો સમાવેશ થાય છે. કંપની બે મુખ્ય બિઝનેસ મોડલ પર કામ કરે છે:
![]()
B2B (વ્હાઇટ-લેબલ): કંપની IKEA, Tesco, Asda જેવા આંતરરાષ્ટ્રીય રિટેલર્સ માટે તેમના બ્રાન્ડ નામ હેઠળ ઉત્પાદનો બનાવે છે.
B2C (ઓલ ટાઇમ બ્રાન્ડ): ભારતમાં કંપની તેના પોતાના ‘ઓલ ટાઇમ’ બ્રાન્ડ હેઠળ મોર્ડન ટ્રેડ, સુપર ડિસ્ટ્રિબ્યુટર્સ અને જનરલ ટ્રેડ ચેનલો દ્વારા ઉત્પાદનોનું વેચાણ કરે છે.
કંપની ભારતમાં દમણ, સિલ્વાસા અને માણેકપુર ખાતે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ પ્લાન્ટ ધરાવે છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 33,000 ટન છે. આ ઉપરાંત, કંપની તેના ઉત્પાદનોની 29 દેશોમાં નિકાસ પણ કરે છે, જેમાં મુખ્યત્વે યુરોપિયન યુનિયન (EU), યુકે અને યુએસએનો સમાવેશ થાય છે. કંપની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરના ISO પ્રમાણપત્રો (જેમ કે ISO 9001, 14001, 50001) છે.
![]()
All Time Plastics IPO Listing: 07 ઓગસ્ટના રોજ ઓપન થયેલો ઓલ ટાઇમ પ્લાસ્ટિકનો પ્રારંભિક જાહેર ઓફર (IPO) 11 ઓગસ્ટ, 2025ના રોજ બંધ થયો હતો. આજે 12 ઓગસ્ટના રોજ ઓલ ટાઇમ પ્લાસ્ટિક IPOનું એલોટમેન્ટ થયું હતું.
All Time Plastics IPO: પ્રાઇસ બેન્ડ
ઓલ ટાઇમ પ્લાસ્ટિક IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 260-275 હતી. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 54 શેર હતી. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,850 રૂપિયા.
