ઐશ્વર્યા રાય એ વજન ઘટાડ્યું ! બ્લેક એન્ડ વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ અંદાજ જોઈને ફિદા થયા ફેન્સ
બોલિવૂડની ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશા પોતાની અદાઓથી સૌનું દિલ જીતી લે છે. ઐશ્વર્યા રાય લાંબા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી, પરંતુ તે ઇવેન્ટ્સમાં અવારનવાર નજર આવે છે જ્યાંથી તેના ફોટા ખૂબ વાયરલ થતા હોય છે. આ વખતે એક ફિલ્મ ફેસ્ટિવલમાં તેનો બદલાયેલો લૂક જોવા મળ્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વખતે ઐશ્વર્યાનો એક અલગ અંદાજ જોવા મળ્યો છે.
રેડ ફિલ્મ ફેસ્ટિવલમાં Aishwarya Raiનો હટકે અંદાજ

ઐશ્વર્યા રાય જ્યારે પણ કોઈ ઇવેન્ટમાં જાય છે, ત્યારે તે ત્યાં મહેફિલ લૂંટી લે છે. તેનો દરેક અંદાજ ચાહકોનું દિલ જીતી લે છે. આ વખતે પણ આવું જ કંઈક થયું છે, કેમ કે તે રેડ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ગઈ હતી. જ્યાંથી તેના ઘણા બધા ફોટા વાયરલ થઈ રહ્યા છે.
ચાહકોએ ટિપ્પણી કરી છે કે ઐશ્વર્યા પહેલા કરતાં ઘણી સારી દેખાય છે. તેનો અંદાજ કંઈક બદલાયેલો દેખાય છે. અનેક ચાહકોએ એવી પણ કમેન્ટ કરી છે કે તેમણે વજન ઓછું કરી લીધું છે.

બ્લેન્ક એન્ડ વ્હાઇટ ગાઉનમાં ખૂબસૂરતી
ઐશ્વર્યા રાયે ઈવેન્ટમાં વ્હાઇટ અને બ્લેક કલરનો ગાઉન પહેર્યું હતો. જેમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. ઐશ્વર્યાએ વ્હાઇટ લાંબા ગાઉનની સાથે બ્લેક કલરનું હેવી એમ્બ્રોઇડરી બ્લેઝર પહેર્યું હતું. તેણે પોતાનો લૂક રેડ લિપસ્ટિકથી કમ્પ્લીટ કર્યો હતો.
ઐશ્વર્યાની હેર સ્ટાઇલની વાત કરીએ તો, તેણે હંમેશની જેમ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. ઐશ્વર્યાના આ ફોટાની ચાહકો દ્વારા ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. ચાહકો તેના ફોટા પર ઘણા બધા કમેન્ટ કરી રહ્યા છે.
એક ચાહકે લખ્યું કે દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા છે. અન્ય એક ચાહકે લખ્યું કે ઐશ્વર્યા જેવું કોઈ નથી, તેની વાત જ અલગ છે. ચાહકોએ તેને દુનિયાની ખૂબસૂરત ક્વીન પણ કહી છે.
