કાર્તિક આર્યન – અનન્યા પાંડે ની ‘તું મેરી મૈં તેરા’ 25 ડિસેમ્બરે રિલીઝ; અનન્યાની 200 કરોડની આશા

screenshot-2025-10-12-113721-2025-11-03t164113-1762168283

‘તું મેરી મૈં તેરા, મૈં તેરા તું મેરી’ ૨૫મી ડિસેમ્બરે રિલીઝ થશે.હું ઇચ્છં છું કે મારી ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ કમાય : અનન્યા.અનન્યાની આ વર્ષની બીજી ફિલ્મ છે, આ પહેલાં તેની કેસરી ચેપ્ટર ૨ આવી છે, જે કરણ સિંહ ત્યાગીએ ડિરેક્ટ કરી હતી અને તેમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતા.કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘તું મેરી મૈં તેરા મૈં તેરા તું મેરી’ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ત્યારે તેના પ્રમોશનના ભાગરૂપે અનન્યા અને કાર્તિક તાજેતરમાં એક ઇવેન્ટમાં હાજર રહ્યા હતા.

Kartik Ananyas Tu Meri Main Tera to release on December 25 Ananya hopes to earn 200 crores

જ્યાં તેણે આ ફિલ્મ સફળ રહેશે તેવી પોતાની અપેક્ષા વિશે વાત કરી હતી. અનન્યાએ કહ્યું હતું કે, “હું ઇચ્છું છું કે મારી ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ કમાય, તો આશા છે કે તું મેરા સાથે આવું થાય.”આ એક રોમેન્ટિક એડવેન્ટર ફિલ્મ છે, જેમાં કાર્તિક એક મમાઝ બોય છે અને અનન્યા રુમિનો રોલ કરે છે, જેને પોતાની ૯૦ના દાયકા જેવી ક્લાસિક લવ સ્ટોરી હોવાનું સપનું ધરાવે છે. આ ફિલ્મ સમીર વિદ્વંશે ડિરેક્ટ કરી છે અને કરણ જાેહરે પ્રોડ્યુસ કરી છે. જેમાં રે અને રુમિ વચ્ચે રોમાન્સ, કોમેડી, ગ્લેમર અને મસ્તીભરી કેમેસ્ટ્રી જાેવા મળશે. અનન્યાની આ વર્ષની બીજી ફિલ્મ છે, આ પહેલાં તેની કેસરી ચેપ્ટર ૨ આવી છે, જે કરણ સિંહ ત્યાગીએ ડિરેક્ટ કરી હતી અને તેમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો. તેમાં અનન્યાએ બ્રિટિશ સામ્રાજ્ય સામે અવાજ ઉઠાવતી વકીલ દિલરીત ગિલનો રોલ કર્યાે હતો. આ ફિલ્મ જલિયાંવાલા બાગ પછીની ઘટનાઓ પર આધારીત હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૯૨.૭૩ કમાણી કરી હતી.