કપિલ શર્માના કેનેડા કેફે પર ત્રીજીવાર ફાયરિંગ, ગોળીબારનો લાઈવ વીડિયો વાયરલ
કારમાંથી ધડાધડ ગોળીબાર કર્યો.કપિલ શર્માના કેનેડા વાળા કેફે પર ફરી થયું ફાયરિંગ.થોડા મહિના પહેલા કપિલ શર્માએ કેનેડામાં પોતાનું કેફે ખોલ્યું હતું, જેને એક અઠવાડિયા અંદર જ નિશાન બનાવાયું.એક્ટર કોમેડિયન કપિલ શર્માની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા મહિના પહેલા કપિલ શર્માએ કેનેડામાં પોતાનું કેફે ખોલ્યું હતું, જેને એક અઠવાડિયા અંદર જ નિશાન બનાવવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર કેફે પર ફાયરિંગ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ત્રીજી વાર આ કેફે પર ફાયરિંગ થયું છે. ફાયરિંગનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં નિશાન બનાવનાર શખ્સ કારમાંથી ફાયરિંગ કરતો જાેવા મળી રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, શખ્સે સતત ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. ગોલ્ડી ઢિલ્લો અને કુલદીપ સિદ્ધૂ નેપાળીએ તેની જવાબદારી લીધી છે. તેને સંબંધિત એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં જવાબદારી લેવાની વાત સામે આવી છે. પોસ્ટમાં લખ્યું છે. “વાહેગુરુ જી ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. આજે જે કેફેમાં ફાયરિંગ થયું છે, તેની જવાબદારી હું, કુલવીર સિદ્ધુ અને ગોલ્ડી ઢિલ્લો લઈએ છીએ. અમારી સામાન્ય નાગરિકો સાથે કોઈ દુશ્મની નથી. જેની સાથે અમારો ઝઘડો છે, તે અમારાથી દૂર રહે.”
![]()
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, “જે લોકો બે નંબરનો ધંધો કરે છે, લોકો પાસે કામ કરાવીને પૈસા નથી આપતા, તે પણ તૈયાર રહે. જે પણ બોલીવુડમાં ધર્મની વિરુદ્ધમાં બોલે છે, તે પણ તૈયાર રહે, ગોળી ગમે ત્યાંથી આવી શકે છે. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ.”
જણાવી દઈએ કે, જુલાઈ મહિનામાં સૌથી પહેલા ફાયરિંગ થયું હતુ. આ ફાયરિંગની ઘટના કેફેના ઓપનિંગના એક અઠવાડિયા પહેલા સામે આવી હતી. એક મહિનાની અંદર જ કપિલના કેફે પર બીજીવાર ફાયરિંગ થયું. હવે આ ત્રીજીવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. કેફે પર થયેલા ફાયરિંગ પછી કપિલ શર્માનું રિએક્શન પણ સામે આવ્યું હતુ અને કહ્યું હતુ કે, “આ મુશ્કેલ સમય છે, પરંતુ તે અડગતાથી સામનો કરશે.” કેનેડા પોલીસે પણ કાર્યવાહીનું આશ્વસન આપ્યું હતુ ઘટના સ્થળે હાજર પણ રહી હતી.
