ગુજરાત : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ, જાણો સૌથી વધુ વરસાદ ક્યાં થયો

rainabjsa

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ થયો છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસસાદ વરસ્યો છે. વરસાદ પડતા લોકો ભારે નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. તો આજે સવારે વધારે વરસાદ હોવાથી ધંધા-રોજગાર પર જતા લોકોને ભારે અગવડતા પડી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત 10 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે.

weather-update-heavy-rain-in-gujarats-districts-taluka-30-9-2025-612178

ગઈકાલે કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો તે જાણો…

  • માંગરોળ (જૂનાગઢ)માં 4.09 ઇંચ વરસાદ
  • તાલાલામાં 2.17 ઇંચ વરસાદ
  • કેશોદમાં 2.13 ઇંચ વરસાદ
  • માળીયા હાટીનામાં 2.13 ઇંચ વરસાદ
  • ઉનામાં 2.01 ઇંચ વરસાદ
  • પાટણ-વેરાવળમાં 1.50 ઇંચ વરસાદ
  • સૂત્રાપાડામાં 1.38 ઇંચ વરસાદ
  • દ્વારકામાં 1.10 ઇંચ વરસાદ
  • ખેડબ્રહ્મામાં 1.10 ઇંચ વરસાદ
  • કોડીનારમાં 1.06 ઇંચ વરસાદ