GST કાઉન્સિલની બેઠક વચ્ચે મામુલી વધારા સાથે ખુલ્યા સેન્સેક્સ અને નિફ્ટી; ટાટા સ્ટીલ, ઈટરનલના શેર 2 ટકા સુધી વધ્યા
શેર બજારની આજે સપાટ શરૂઆત થઈ હતી. આજથી બે દિવસીય GST કાઉન્સિલની બેઠક છે. રોકાણકારોની નજર તેમાં લેવાઈ રહેલા નિર્ણયો પર રહેશે. આ પહેલા પીએમ મોદીએ જીએસટી દરોમાં ઘટાડા અને રિફોર્મના સંકેત આપ્યા હતા. બેઠકને પગલે સેન્સેક્સ અને નિફ્ટી મામુલી વધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 80 પોઈન્ટના વધારા સાથે 80,247.28 પર અને નિફ્ટી 28 પોઈન્ટના વધારા સાથે 24,607 પર કારોબાર કરી રહ્યો છે.
શેરની સ્થિતિ
ટાટા કંઝ્યુમર, એચડીએફસી લાઈફ, ઈન્ફોસિસ, શ્રીરામ ફાઈનાન્સ, ટ્રેન્ટ અને ભારતી એરટેલના શેરમાં 1 ટકા સુધી ઘટ્યા છે. ટાટા સ્ટીલ, હિંડાલ્કો, જેએસડબ્લ્યૂ સ્ટીલ, બીઈએલ, ઓએનજીસી, ઈટરનલ, ઈન્ડસઈન્ડ બેંકના શેર 2 ટકા સુધી વધ્યા છે.

મિડકેપ શેરની સ્થિતિ
વોલ્ટાસ, રેમ્કો સિમેન્ટ્સ, આદિત્ય બિરલા ફેશન, મેક્સ ફાઈનાન્શિયલ અને કેસ્ટ્રોલના શેરમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કોરોમંડલ ઈન્ટરનેશનલ, કલ્યાણ જ્વેલર્સ, ઓલા ઈલેક્ટ્રિક, ગુજરાત ગેસ, મુથૂટ ફાઈનાન્સ, એનએમડીસી અને ઓયલ ઈન્ડિયાના શેર 2.46 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.
સ્મૉલકેપ શેરની સ્થિતિ
કિટેક્સ ગાર્મેન્ટ્સ, કેઆરબીએલ, એસ્ટર ડીએમ હેલ્થ, યુનિકેમ લેબ્સ અને કિર્લોસ્કર ઑયલના શેર 4 ટકા સુધી તૂટ્યા છે. ટીબીઓ ટેક, મોઇલ, જય કૉર્પ, આઈટીઆઈના શેર 13 ટકા સુધી ઉછાળા સાથે ખુલ્યા છે.
