LPG સિલિન્ડરના ભાવમાં રાહત, 19 કિલોનો સિલિન્ડર ₹51 સસ્તો થયો

LPG

ભારતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 સપ્ટેમ્બર, 2025થી કોમર્શિયલ LPG સિલિન્ડર (Commercial LPG Cylinder Price Cut) ના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ નવા દરો મુજબ, 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹51.50 સુધીનો ઘટાડો થયો છે, જે વેપારીઓ માટે રાહતરૂપ છે. જોકે, 14 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યારે જાણો કોમર્શિયલ સિલિન્ડરના ભાવ કયા શહેરમાં કેટલી થયા.

શહેર-પ્રમાણે કોમર્શિયલ LPGની કિંમત (1 સપ્ટેમ્બર, 2025)

  • દિલ્હી – નવો ભાવ ₹1580 (જૂનો ભાવ ₹1631.50થી ઘટીને)
  • કોલકાતા – ₹1684 (₹1735.50થી ઘટીને)
  • મુંબઈ – ₹1531.50 (₹1583થી ઘટીને)
  • ચેન્નાઈ – ₹1738 (₹1790થી ઘટીને)

LPG Gas Cylinder Price : કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણો નવા  ભાવ - Gujarati News | LPG Gas Cylinder Price: Commercial LPG gas cylinder  has become cheaper, know the new

ઘરેલુ LPG ભાવ સ્થિર (1 સપ્ટેમ્બર, 2025)

ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

  • દિલ્હી: ₹853
  • કોલકાતા: ₹879
  • મુંબઈ: ₹852.50
  • ચેન્નાઈ: ₹868.50
  • અમદાવાદ: ₹860

જણાવી દઈએ કે, સ્થાનિક કર અને પરિવહન શુલ્કને કારણે LPG સિલિન્ડરના ભાવ અલગ અલગ રાજ્યોમાં બદલાય છે. દેશની સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, જેમ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, દર મહિનાની પહેલી તારીખે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને LPG ના ભાવમાં ફેરફાર કરે છે.