Atlanta Electricals IPO GMP: આજથી ઓપન થયો ₹687.34 કરોડનો IPO
ટ્રાન્સફોર્મર ઉત્પાદક કંપની એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ IPO કુલ ₹687.34 કરોડનો છે, જેમાં ₹400 કરોડના 0.53 કરોડ નવા શેર જારી કરવામાં આવશે. રોકાણકારોને આજે 22 સપ્ટેમ્બર, 2025 થી સપ્ટેમ્બર 24, 2025 સુધી આ IPOમાં સબસ્ક્રાઇબ કરવાની તક છે. આ આર્ટિકલમાં જાણો એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.
Atlanta Electricals IPO: પ્રાઇસ બેન્ડ

Atlanta Electricals IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 718-754 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 19 શેર છે. રિટેલ રોકાણકારો માટે ન્યૂનતમ રોકાણની રકમ 14,326 રૂપિયા છે.
Atlanta Electricals IPO: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 718 થી રૂ. 754 સુધીના 18.83%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 896 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.
Atlanta Electricals IPO: મહત્વપૂર્ણ તારીખો
Atlanta Electricals IPO સબ્સ્ક્રિપ્શન માટે આજે 22 સપ્ટેમ્બરના રોજ ઓપન થયો છે. જેને 24 સપ્ટેમ્બર, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 25 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 29 સપ્ટેમ્બરના રોજ થશે.

Atlanta Electricals IPO: એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ કંપની વિશે
એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ₹687.34 કરોડના IPO પહેલા એન્કર રોકાણકારો પાસેથી ₹205 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે. કંપનીએ આ ભંડોળ પ્રમુખ મ્યુચ્યુઅલ ફંડ્સ અને વૈશ્વિક ફંડ્સ પાસેથી એકત્ર કર્યું છે. આ ઉપરાંત, પ્રમોટર દ્વારા ઓફર ફોર સેલ (OFS) હેઠળ ₹287.34 કરોડના 0.38 કરોડ શેરનું વેચાણ થશે.
BSEની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કંપનીએ ₹754 પ્રતિ શેરના ભાવે કુલ 27.15 લાખ ઇક્વિટી શેર્સ 15 જુદા-જુદા ફંડ્સને ફાળવ્યા છે, જેનાથી કુલ ₹205 કરોડનું ભંડોળ એકત્ર થયું છે. આ એન્કર ફાળવણીમાં ભાગ લેનારા મુખ્ય રોકાણકારોમાં કોટક મ્યુચ્યુઅલ ફંડ, એક્સિસ MF, HDFC MF, ICICI પ્રુડેન્શિયલ MF અને પાઈનબ્રિજ ગ્લોબલ ફંડ્સનો સમાવેશ થાય છે.
