Gujarat Weather Forecast: વડોદરામાં વહેલી સવારથી વરસાદ; હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું જોર યથાવત
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 31 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની આગાહી કરી છે. ત્યારે જાણો 31 ઓક્ટોબર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.
હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી 31 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની આગાહી કરી છે. ખાસ કરીને, આજે, 26 ઓક્ટોબરના રોજ બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ ખાબકવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, પોરબંદર, જુનાગઢ, રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના 26 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 27 અને 28 ઓક્ટોબરના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત રહેશે, જ્યારે 29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણો આજે 26 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 26 ઓક્ટોબરના રોજ બોટાદ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ તેમજ પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 27 ઓક્ટોબરના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 28 ઓક્ટોબરના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 29 ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 30 ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 31 ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
