ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો: અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20°C પહોંચ્યું, જાણો અન્ય શહેરોનું હવામાન
ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. જોકે બપોરના સમયે ગરમી અનુભવાય છે. પરંતુ જેમ-જેમ સાંજ થવા લાગે છે. ઠંડકની પણ શરૂઆત થઇ જાય છે અને વહેલી સવાર સુધી ઠંડી વર્તાય છે. અમદાવાદમાં મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. બપોરના તાપ બાદ અમદાવાદમાં ઠંડકનું પ્રમાણ વધ્યું હતું. અમદાવાદમાં ઠંડીનો પારો એટલે કે લઘુત્તમ પારો 20.6 ડિગ્રી નોંધાયો છે. જે ગઇકાલની તુલનામાં 1 ડિગ્રી જેટલો ગગડ્યો છે. ગઇકાલે શહેરનું લઘુત્તમ તાપમાન 21.4 ડિગ્રી હતું.
રાજ્યનું સૌથી ઠંડુ શહેર કયું
રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.6 ડિગ્રી ઓછું હતું. ત્યાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. ડીસામાં સૌથી વધુ મહત્તમ તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ત્યાં લઘુત્તમ તાપમાન 20.4 ડિગ્રી સેલ્સિયસ હતું. રાજ્યભરમાં સવાર અને સાંજના સમયે વાતાવરણમાં ઠંડક રહી હતી, જ્યારે દિવસ દરમિયાન ગરમી સામાન્ય સ્તરે હતી.
સુરત અને વડોદરામાં કેટલો રહ્યો ઠંડીનો પારો
મુખ્ય શહેરોમાં તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ક્રમશ: 1 અને 1.6 ડિગ્રી ઓછું હતું. વડોદરામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. સુરતમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.2 ડિગ્રી ઓછું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક વધી
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. રાજકોટમાં મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 3.7 ડિગ્રી ઓછું હતું. ભુજમાં મહત્તમ 34.4 ડિગ્રી અને લઘુત્તમ 21.4 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ભાવનગરમાં મહત્તમ 33.9 ડિગ્રી અને લઘુત્તમ 21.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.
રાજ્યના અન્ય શહેરમાં કેટલું રહ્યું લઘત્તમ તાપમાન
અન્ય શહેરોમાં, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી, પોરબંદરમાં મહત્તમ 34.3 ડિગ્રી અને લઘુત્તમ 20.1 ડિગ્રી, દમણમાં મહત્તમ 32.8 ડિગ્રી અને લઘુત્તમ 21 ડિગ્રી, દીવમાં મહત્તમ 33.5 ડિગ્રી અને લઘુત્તમ 20.5 ડિગ્રી, દ્વારકામાં મહત્તમ 32.6 ડિગ્રી અને લઘુત્તમ 24.2 ડિગ્રી, કંડલામાં મહત્તમ 35.3 ડિગ્રી અને લઘુત્તમ 23.0 ડિગ્રી, વેરાવળમાં મહત્તમ 35.5 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી અને ઓખામાં મહત્તમ 31.7 ડિગ્રી અને લઘુત્તમ 24.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
