સાતમા નોરતે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ થયો, જળબંબાકારની સ્થિત સર્જાઈ અનેક ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તાર એલર્ટ

rain1

રવિવારે મોડી રાત્રે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે અને અનેક ડેમ ઓવરફ્લો થયા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથમાં જળબંબાકાર, અનેક ડેમ છલકાયા

સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ રાતમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામની ગલીઓમાં નદીઓ જેવું વાતાવરણ સર્જાયું છે. વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

જામવાળા-શિંગોડા ડેમ: ગીર સોમનાથના જામવાળા ગામે આવેલા શિંગોડા ડેમમાં પણ ભારે વરસાદી પાણીની આવક થતા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. અગાઉ 1 દરવાજો 0.05 મીટર ખુલ્લો હતો. ડેમમાંથી પાણી છોડાતા ગીરગઢડાના ૨ અને કોડીનારના ૧૦ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

Surat Rain: સુરતમાં જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ | Gujarat News | Sandesh

ભાવનગર: શેત્રુંજી ડેમ ઓવરફ્લો, ૧૭ ગામો એલર્ટ

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સિઝનમાં સાતમી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના પગલે મોડી રાત્રે ડેમના તમામ ૫૯ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા પાલીતાણા અને તળાજાના ૧૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

અમરેલી: ખોડિયાર ડેમના દરવાજા ખોલાયા

ગીરના જંગલ વિસ્તારમાં થયેલા ૪ ઇંચ વરસાદને કારણે ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થઈ છે. ડેમનું લેવલ જાળવવા તેના ૩ દરવાજા દોઢ-દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં ૩૩૯૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

rain fall in saurashtras , most of dam overflow | ડેમો છલકાયા: સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદથી ભાદર-2 અને ખોડિયાર ડેમ ઓવરફ્લો, શેત્રુંજી ડેમની સપાટી 33.4 ફૂટે પહોંચી - Rajkot News | Divya Bhaskar

ઉના: રાવલ ડેમ ઓવરફ્લો થતા નદીમાં પૂર

રાવલ ડેમ પણ ઓવરફ્લો થતા ઉનાના સનખડામાંથી પસાર થતી રાવલ નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રે વ્યાપક વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સનખડા અને ખત્રીવાડા વચ્ચેનો રોડ બંધ થઈ ગયો હોવાથી ખત્રીવાડા ગામ વિખૂટું પડી ગયું છે. હાલ પણ આ વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.