Heritage Garba : યશ સોની સ્ટેજ પર આવતા જ જાનકી જાનકીની બૂમો પડી, અભિનેતાએ નિખાલસ અંદાજમાં આપ્યો જવાબ
અમદાવાદના વાઇબ્રન્ટ વાતાવરણમાં, સિંધુભવન રોડ પર કર્મ ગ્રુપ દ્વારા આયોજિત હેરિટેજ ગરબા નવરાત્રિની રોશનીઓથી ઝળહળી રહ્યું હતું. નોરતાનો ત્રીજો દિવસ ભાવ્ય અને ઉત્સાહભર્યો હતો. રંગબેરંગી ચણિયા ચોળીમાં સજ્જ મહિલાઓ અને યુવાનો ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા. અચાનક સ્ટેજ પર યશ સોનીનું આગમન થયું. તેમના આવતા જ ગ્રાઉન્ડમાં ગરબા રમતા લોકોની ભીડ સ્ટેજ તરફ દોડી આવી. “જાનકી! જાનકી!”ની બૂમો ગૂંજી ઉઠી. યશ અને જાનકી બોડીવાલાની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી તો કમાલની છે, અને લોકો તેમની જોડીને પસંદ કરે છે.

યશ સોનીએ માઇક હાથમાં લીધું અને નિખાલસ અંદાજમાં કહ્યું, “નેક્સ્ટ ટાઇમ અમે બન્ને સાથે આવીશું!” લોકોના તાળીઓનો ગડગડાટ થયો. યશની અપકમિંગ ફિલ્મ ‘ચણિયા ટોળી’નું ટીઝર તો થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું હતું, અને તેમાં જાનકી સાથે તેમની જોડી ખૂબ જમી છે. તાજેતરમાં રિલીઝ થયેલું ગીત ‘તને જોઈને દિલ મારું ડોલે કે પોંજરામાં પોપટ બોલે’ તો હિટ થઈ ગયું છે. તેમાં જાનકીનો ડાન્સ અને યશની તેની સાથેની મસ્તી દર્શકોને મોહિત કરે છે. ફિલ્મ ‘ચણિયા ટોળી’નો ડાયલોગ્સ યશ સોનીએ બોલ્યો હતો કે બેંક લૂંટવાની છે મગમાંથી ફોતરા કાઢવાના નથી.

આ ગરબા મેળામાં વધુ રોમાંચ ત્યારે આવ્યો જ્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો નવો ગોલી પણ મહેમાન તરીકે આવ્યો. તેને જોઈને બાળકો અને યુવાનો ખુશ થઈ ગયા. ગોલીએ ગ્રાઉન્ડમાં આવીને ગરબા રમ્યો, તેની એનર્જીથી આખું વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું.
આ રાત્રિ યાદગાર બની ગઈ. ગરબાના તાલે નાચતા લોકો, સ્ટાર્સની હાજરી અને નવા ગીતોની મહેફિલ – બધું જ અદ્ભુત હતું. અમદાવાદની આ નવરાત્રિમાં સંસ્કૃતિ અને મનોરંજનનું સુંદર મિશ્રણ જોવા મળ્યું. યશ અને ગોલી જેવા કલાકારોની હાજરીએ તેને વધુ ખાસ બનાવી. આવી રીતે, હેરિટેજ ગરબા નવરાત્રિની ઉજવણીનું પ્રતીક બની ગયું, જ્યાં પરંપરા અને આધુનિકતા સાથે મળીને નાચે છે.
