શેરબજાર માં તેજીને બ્રેક, સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો છતાં અદાણી ગ્રુપના શેરમાં જોરદાર ઉછાળો

1732272075-4181

સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યા છે. સેન્સેક્સ 354 પોઈન્ટ ઘટીને 82,659.09 પર જ્યારે નિફ્ટી 105 પોઈન્ટના ઘટાડા સાથે 25,318 પર ટ્રેડ થઈ રહ્યા છે. થોડા દિવસથી બજારમાં અમેરિકા અને ભારત વચ્ચે ડીલના સારા સંકેતો અને અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો થતાં ભારતીય શેર બજાર તેજીમાં જોવા મળ્યું હતું. જો કે આજે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે આ ઘટાડા વચ્ચે અદાણી ગ્રુપના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.

લાલ નિશાન પર ખુલ્યા સેન્સેક્સ અને નિફ્ટી

સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટીને 82,600 પર જ્યારે નિફ્ટી 105 પોઈન્ટના ઘટાડા સાથે 25,318 પર ટ્રેડ થઈ રહ્યા છે. નેસ્લે ઈન્ડિયા, બજાજ ઑટો, એમએન્ડએમ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈટરનલના શેર 0.78 ટકા સુધી ઘટ્યા છે. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઈનાન્સ, એચડીએફસી લાઈફ, જિયો ફાઈનાન્સ અને ઈન્ડસઈન્ડ બેંકના શેરોમાં 5 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

stock-market-today-live-updates-19-september-gift-nifty-live-nse-bse-sensex-nifty-top-gainers-losers-605635

મિડકેપ શેરની સ્થિતિ: ઓલા ઈલેક્ટ્રિક, પરિમલ એન્ટરપ્રાઈઝ, ઈન્ડિયન રિન્યૂ અને રિલેક્સો ફૂટવેરના શેરમાં 2.51 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે એડબ્લ્યૂએલ એગ્રી, એનએચપીસી, જેએસડબ્લ્યૂ ઈન્ફ્રા, વિશાલ મેગા માર્ટ, એમઆરએફ અને પીઆઈ ઈન્ડસ્ટ્રીઝના શેર 2 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

સ્મૉલકેપ શેરની સ્થિતિ: આઈઆરએમ એનર્જી, સનડ્રોપ બ્રાન્ડ્સ, ગલ્ફ ઑયલ લુબ્રિકના શેર 5 ટકા સુધી તૂટ્યા છે. રેમ્કી ઈન્ફ્રા, ડેક્કન ગોલ્ડ, આઈનોક્સ ગ્રીન, એનડીટીવી, અનુપ એન્જીનિયરના શેરમાં 7થી 8 ટકા સુઘીનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

અમેરિકન અને એશિયન બજારોની સ્થિતિ

અમેરિકી ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 124.10 પોઈન્ટ વધીને 46,142.42ની સપાટીએ પહોંચ્યો હતો. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 31.61 પોઈન્ટના વધારા સાથે 6,631.96 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 209.40 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 22,470.73 પર બંધ થયો હતો.

અમેરિકી બજારની તેજીને પગલે શુક્રવારે એશિયન બજારોમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. જાપાનનો નિક્કેઈ 225 ઈન્ડેક્સ સતત બીજા દિવસે 0.7 ટકા વધીને વધુ એક નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. ટોપિક્સ ઈન્ડેક્સમાં પણ 0.84 ટકાનો વધારો નોંધાયો હતો. દક્ષિણ કોરિયાના કોસ્પી અને કોસ્ડેક ઈન્ડેક્સ સપાટ રહ્યા હતા.