ફવાદ ખાનની ‘અબીર ગુલાલ’નો વિરોધ છતાં ૨૬ સપ્ટેમ્બરે ભારતમાં સોલો રિલીઝ થશે

abirgulaal

પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનના કારણે ફિલ્મનો વિરોધ થયો હતો વાણી કપૂર- ફવાદ ખાનની ‘અબીર ગુલાલ’ આખરે ભારતમાં રિલીઝ થશે આ ફિલ્મમાં સંબંધોમાં બીજી તકની વાત કરવામાં આવી છે, તેમાં વાણી કપૂર ગુલાલનો રોલ કરે છે.

છેલ્લા ઘણા વખતથી આ ફિલ્મ દુનિયાભરમાં રિલીઝ થશે અને ભારતમાં રિલીઝ નહીં થાય, તેની ચર્ચાઓ થતી હતી. પરંતુ હવે આખરે આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “દુનિયાભરમાં આ ફિલ્મ ૧૨ સપ્ટમ્બરે રિલીઝ થઈ ગઈ છે. ત્યારે હવે ધ ઇન્ડિયન સ્ટોરીઝ લિમિટેડ-યૂકે દ્વારા બે અઠવાડિયામાં આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ કરવાનો ર્નિણય લેવાયો છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન લીડ રોલમાં હોવાના કારણે તેનો વ્યાપક વિરોધ થયો હતો અને રિલીઝ અંગે પણ અનિશ્ચિતતા હતી.

Fawad Khans Abir Gulal to release in India on September 26 despite opposition

જાે કે હવે મેકર્સે આ ફિલ્મને ૨૬ સપ્ટેમ્બરે ભારતમાં રિલીઝ કરવાની તૈયારી કરી છે. તેમને વિશ્વાસ છે કે તેમની આ સાદી સરળ લવ સ્ટોરી ભારત સહિત દુનિયાભરના લોકોને પસંદ પડશે. મહત્વની વાત એ છે કે ભારતમાં ‘અબીર ગુલાલ’ને સોલો રિલીઝ મળશે.”આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન અને વાણી કપૂર લીડ રોલમાં છે, આ ફિલ્મમાં સંબંધોમાં બીજી તકની વાત કરવામાં આવી છે. તેમાં વાણી કપૂર ગુલાલનો રોલ કરે છે. તે એરેન્જ મેરેજથી બચવા માટે ઘર છોડીને ભાગી જાય છે અને લંડન જઈ પહોંચે છે.

તેનો સામનો અબીરસિંઘ સાથે થાય છે, જે એક રેસ્ટોરાંનો માલિક છે અને તેનો અઘરો ભૂતકાળ છે. તેઓ બંને એકબીજા સાથે ટકરાય છે, ત્યારે તેમના જીવનમાં અનેક અણધારી ઘટાનાઓ બને છે, તેઓ ડાન્સ ક્લાસમાં મળે છે અને તેમની દુશ્મની, મૈત્રી અને પછી પ્રેમમાં પરિણમે છે. આ ફિલ્મમાં રોમાન્સ, ઇમોશન અને લાફ્ટરનું મિશ્રણ છે. આ ફિલ્મ વિવેક અગ્રવાલ, રઝા નમાઝી અને ફિરોઝી ખાને પ્રોડ્યુસ કરી છે.