ખલાસી બાદ હવે… આદિત્ય ગઢવીનું નવું ગીત ‘મીઠા ખારા’ રિલીઝ, નવરાત્રીમાં મચાવશે ધૂમ
આદિત્ય ગઢવીના ખલાસી બાદ હવે અગરિયાઓને સમર્પિત નવું ગીત ‘મીઠા ખારા’ કોક સ્ટુડિયો દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. નવરાત્રીના દિવસોમાં આ ગીત ગરબા નાઈટ દરમિયાન ભારે ધૂમ મચાવશે. આ ગીતમાં આદિત્ય ગઢવીની સાથે યુવા લોક ગાયક થાનુ ખાન અને ગાયિકા મધુબંતી બાગચી છે.
અગિરયા સમુદાય પર આધારિત છે ગીત
‘મીઠા ખારા’ ગીત અગરિયાઓ પર આધારિત છે. જે ભારતમાં મીઠાની ખેતી કરે છે. આ ગીત દ્વારા કચ્છના અગરિયા સમુદાયના શૌર્યને બિરદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ગીત અગરિયા સમુદાયના મહેનતુ જીવન અને તેમના પ્રત્યેની ભાવનાઓને રજૂ કરે છે, જે ભારતના મીઠા ઉદ્યોગમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
‘મીઠા ખારા’ ગીતને જાણીતા સંગીતકાર સિદ્ધાર્થ અમિત ભાવસાર દ્વારા કમ્પોઝ કરવમાં આવ્યું છે. તેના લિરિક્સ ભાર્ગવ પુરોહિતે લખ્યા છે. આ ગીતને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે. ચાહકો તેમના ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલા આદિત્ય ગઢવીના ખલાસી સોંગ્સે ધૂમ મચાવી દીધી હતી.
