આજથી અર્બન કંપનીનો IPO ખુલ્યો, જાણો પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખો
એપ-આધારિત બ્યુટી અને હોમ સર્વિસીસ પ્રદાન કરતી અગ્રણી અર્બન કંપની (Urban Company)નો પ્રારંભિક જાહેર ભરણું (IPO) આજે, 10 સપ્ટેમ્બર 2025થી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો છે. આ IPO 12 સપ્ટેમ્બર 2025 સુધી ખુલ્લો રહેશે. કંપનીએ IPO પહેલાં જ મોટા સંસ્થાકીય રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ અને એક્રોબેટ કેપિટલ ફંડ સહિતના નામોએ મળીને લગભગ ₹500 કરોડનું રોકાણ કર્યું છે.
કંપનીનો લક્ષ્યાંક IPO દ્વારા કુલ ₹1,900 કરોડ એકત્ર કરવાનો છે. તેમાં, ₹472 કરોડના નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે બાકીના ₹1,428 કરોડના શેર હાલના રોકાણકારો દ્વારા ‘ઓફર ફોર સેલ’ (OFS) હેઠળ વેચવામાં આવશે. IPO માટે પ્રાઇસ બેન્ડ ₹98 થી ₹103 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે, અને ઉપરી મર્યાદા પર કંપનીનું મૂલ્ય આશરે ₹14,790 કરોડ અંદાજવામાં આવ્યું છે. આ આર્ટિકલમાં જાણો અર્બન કંપની IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

Urban Company IPO: પ્રાઇસ બેન્ડ
Urban Company IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 98-103 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 145 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,935 રૂપિયા છે.
Urban Company IPO: લેટેસ્ટ GMP
investorgain.comના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, અર્બન કંપનીનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 98 થી રૂ. 103 સુધીના 35.44%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 139.5 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.

Urban Company IPO: મહત્વપૂર્ણ તારીખો
Urban Company IPO સબ્સ્ક્રિપ્શન માટે આજે 10 સપ્ટેમ્બરના રોજ ઓપન થયો છે. જેને 12 સપ્ટેમ્બર, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 15 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 17 સપ્ટેમ્બરના રોજ થશે.
Urban Company IPO: કંપની વિશે
ગુરૂગ્રામ સ્થિત અર્બન કંપની ઘરગથ્થુ અને સુંદરતા સંબંધિત સેવાઓ જેવી કે સફાઈ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિશિયન અને બ્યુટી ટ્રીટમેન્ટ્સ પ્રદાન કરે છે. હાલમાં, કંપની ભારત, UAE, સિંગાપોર અને સાઉદી અરેબિયા સહિત 51 શહેરોમાં કાર્યરત છે. કંપનીની આ મજબૂત હાજરી અને વૃદ્ધિની સંભાવનાઓને કારણે સંસ્થાકીય રોકાણકારોએ તેમાં ઊંડો રસ દાખવ્યો છે. એકલા SBI મ્યુચ્યુઅલ ફંડે જ ₹250 કરોડના શેર ખરીદ્યા છે.
